પુણે: સંયુક્ત ઓપરેશનમાં પુણે પોલીસ અને આર્મીની ઇન્ટેલિજન્સ ટીમે વિમાન નગર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 87 કરોડથી વધુનું ભારતીય અને અમેરિકી નકલી ચલણ જપ્ત કરવામાં આવ્યું છે અને ગણતરી હજી ચાલુ છે, "નોટની ગુણવત્તા ચકાસવામાં આવી રહી છે પરંતુ ઘણી નોટો 'ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા'ના ડમી બિલ છે,"
પુણેમાં 87 કરોડની નકલી નોટ સાથે એક આર્મી જવાન સહિત 6 ઝડપાયા - ક્રાઈમ બ્રાંચ
બુધવારે નકલી ચલણના કેસમાં પુણે ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. આ કેસમાં ભારતીય સૈન્યમાં કાર્યરત સૈનિક સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભારત સહિત ઘણા દેશોના ચલણ અને બંદૂક છે. હાલમાં જપ્ત કરાયેલા ચલણની ગણતરીનું કામ ચાલુ છે. ક્રાઇમ બ્રાંચ ઉપરાંત આર્મી ઇન્ટેલિજન્સની ટીમ પણ આ મામલે તપાસ કરી રહી છે. પુણેમાં બુધવારે 'ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા' ના ડમી બિલ અને નકલી અમેરિકન ડોલર સહિત નકલી ચલણી નોટો પકડી આશરે 87 કરોડની નકદ પકડી પાડવામાં આવી હતી.

પુણે ક્રાઈમ બ્રાંચના ડેપ્યૂટી પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, પોલીસે છ આરોપીઓની ઓળખ કરી છે, જેમાં શેઠ અલીમ ગુલાબ ખાન (જે આર્મી જવાનની સેવા આપે છે), સુનિલ સરદા, રિતેશ રત્નાકર, તુફૈલ અહેમદ મોહમ્મદ ઇશાક ખાન, અબ્દુલ ગની ખાન અને અબ્દુલ રહેમાન અબ્દુલ ગની ખાન છે. સિંહે વધુમાં જણાવ્યું હતું કે આ ગેંગે બનાવટી નોટોને ચાલુ ચલણ તરીકે વાપરી લોકોને છેતર્યા હતા. ડીસીપીએ ઉમેર્યું હતું કે, બનાવટી ચલણના સ્ત્રોતની શોધખોળ ચાલુ છે.
પુણે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા અમને લશ્કરી ગુપ્તચર ટીમ તરફથી તેમના વિશેની માહિતી મળી હતી. આ પછી, અમે સંયુક્ત ઓપરેશન ચલાવીને 6 લોકોની ધરપકડ કરી છે તેમજ જપ્ત કરાયેલા ચલણમાં ભારત સિવાયના દેશોની ચલણોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં સેનાનો જવાન મુખ્ય આરોપી છે.