પાકને નુકસાનના કારણએ જે લોકો દેવાની જાળમાં ફસાઈ જાય છે તે છેવટે આત્મહત્યાનો માર્ગ પકડે છે. ૧૯૯૫-૨૦૧૫ના સમયગાળા દરમિયાન, ૩.૧૦ લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. કૃષિ કટોકટીએ અનેક રાજ્યોમાં ખેડૂતોને દરિદ્રતામાં ધકેલી દીધા છે. ખેડૂતોની સમસ્યા ઉકેલવા માટે શાસકો વિવિધ પગલાં લઈ રહ્યાં છે, પરંતુ તેમની જિંદગીમાં કોઈ સુધારો નથી આવી રહ્યો. વડા પ્રધાન મોદીએ ચાર વર્ષ પહેલાં જાન્યુઆરી ૨૦૧૬માં નવી 'પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના' લાવ્યા હતા જેણે તે સમયે પ્રવર્તમાન પાક વીમા યોજનાઓનું સ્થાન લીધું હતું. અગાઉની સરકારોની વીમા યોજનાઓ ખેડૂતોને મદદ કરવામાં નિષ્ફળ નિવડી હતી તેથી યોજના દાખલ કરવાની જરૂરિયાત અનુભવાઈ હતી. અગાઉની પાક વીમા યોજનાઓમાં મર્યાદિત વળતર સાથે ખેડૂતો પાસેથી ઊંચું પ્રિમિયમ લેવામાં આવતું હતું. પ્રિમિયમમાં સરકારોનો હિસ્સો પણ ઓછો હતો. પરંતુ નવી યોજના સંપૂર્ણ અલગ અને નવી છે. ખેડૂતોને નુકસાનનું આકલન કરવા અને તેમને વળતર આપવા માટે, "રિમૉટ સેન્સિંગ સ્માર્ટ ફૉન' અને ડ્રૉન જેવાં ઉપકરણોનો ઉપયોગ કરાશે. યોજના ખેડૂતોની આવકમાં ચડાવઉતાર અટકાવવામાં મદદ કરે છે અને તે ખેતી છોડીને અન્ય રોજગારીની તકો તરફ વળતા પણ અટકાવે છે.
અકાર્યક્ષમ પ્રબંધન
આ યોજના હેઠળ, ૨૦૧૯ની ખરીફ સુધીમાં ખેડૂતોની અરજીઓની સંખ્યા ખૂબ જ વધી છે. વર્ષ ૨૦૧૬-૧૭માં લગભગ ૫.૮૦ કરોડ, વર્ષ ૨૦૧૭-૧૮માં ૫.૨૫ કરોડ અને વર્ષ ૨૦૧૮-૧૯માં ૫.૬૪ કરોડ ખેડૂતો આ યોજનામાં જોડાયા હતા. ત્રણ વર્ષ માટે સકળ પ્રિમિયમનું એકત્રીકરણ અનુક્રમે રૂ. ૨૨,૦૦૮ કરોડ, ૨૫,૪૮૧ કરોડ અને રૂ. ૨૯,૦૩૫ કરોડ હતી. એ દેખીતું છે કે ખેડૂતોની સંખ્યા ઘટી છે, પરંતુ પ્રિમિયમ વધ્યું છે. ખેડૂતોનો હિસ્સો અનુક્રમે રૂ. ૪,૨૨૭ કરોડ, રૂ. ૪,૪૩૧ કરોડ અને રૂ. ૪,૮૮૯ કરોડ હતો. એવો અંદાજ છે કે ૨૦૧૯-૨૦ ખરીફ દરમિયાન યોજનામાં અંદાજે ૩.૭૦ કરોડ લોકો નોંધાયા હતા અને તેમાંના મોટા ભાગના બૅન્કમાંથી ધિરાણ લેનારા નહોતા. વીમા કંપનીઓએ ખેડૂતોને ચૂકવેલા વળતરની રકમ તેઓ જે પ્રિમિયમ લે છે તેની સરખામણીએ અલગ હતી. તફાવત વીમા કંપનીઓને નફાને કારણે ગણાય છે, તેમનો નફો પહેલા વર્ષમાં રૂ. ૫,૩૯૧ કરોડ હતો, બીજાં બે વર્ષમાં રૂ. ૩,૭૭૬ કરોડ અને રૂ. ૧૪,૭૮૯ કરોડ હતો. એવું લાગે છે કે વીમા કંપનીઓને આ યોજનાથી ઘણો ફાયદો થયો છે. પરિણામે, ખેડૂતોનાં સંગઠનો આક્ષેપ કરી રહ્યા છે કે આ યોજના માત્ર વીમા કંપનીઓને લાભ આપવા જ દાખલ કરાઈ છે.
આ યોજના પ્રબંધનનો દોષ બની ગઈ છે. કૃષિ ખાતું પૂર્ણ ધ્યાન આપવામાં નિષ્ફળ ગયું છે, ત્યારે વીમા કંપનીઓએ વાર્ષિક અબજો રૂપિયાની વીમા તરીકે ચુકવવામાં આંખ આડા કાન કર્યા. યોજનાનો બિનકાર્યક્ષમ અમલ એ હકીકતથી દેખીતો છે કે ડિસેમ્બર ૨૦૧૮માં પૂરી થતી ખરીફ ઋતુમાં વીમા કંપનીઓને ખેડૂતોને વળતર તરીકે પાંચ હજાર કરોડ રૂપિયા ચુકવવાના હતા. તે વર્ષે ખરીફ ઋતુમાં, ખેડૂતોએ યોજના હેઠળ રૂ. ૧૪,૮૧૩ કરોડ વળતર પેટે મેળવવાના થતા હતા તેની સામે જુલાઈ ૨૦૧૯ની સ્થિતિએ માત્ર રૂ. ૯,૭૯૯ કરોડ જ ચુકવાાયા. એ ઉલ્લેખનીય છે કે ૪૫ જિલ્લાઓમાં ખેડૂતોને હજુ પણ તેમના વીમાની રકમ તરીકે હજુ ૫૦ ટકા ચુકવવાના બાકી છે. યોજના હેઠળ, ખેડૂતોની લેણી રકમ ખરીફ અથવા રવી ઋતુના અંતના બે મહિનાની અંદર ચુકવી જ દેવા જોઈએ. ૨૦૧૮ની ખરીફ ઋતુ ડિસેમ્બરમાં પૂરી થઈ હતી. પરંતુ આગામી વર્ષના અંત સુધીમાં પણ ખેડૂતોને ચુકવણી થઈ નહીં જેનું કારણ વીમા કંપનીઓ વચ્ચે સંકલનનો અભાવ છે. બીજી તરફ, ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે કે કેટલાક પાકોનું વીમા પ્રિમિયમ ઊંચું છે. આની સાથે કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૦ની ખરીફ ઋતુના અંત સુધીમાં આ પાકોને દૂર કરવાનો નિર્ણય કર્યો હતો અને તે રાજ્ય સરકારો સાથે પરામર્શ કરી રહી છે. બીજી તરફ, વીમા કંપનીઓ ટૂંકી મુદ્દતના નિર્ણયો પ્રત્યે મુશ્કેલીઓ અનુભવી રહી છે. જ્યારે મરાઠાવાડા પ્રદેશના ખેડૂતોએ વર્ષ ૨૦૧૮-૧૯માં આત્મહત્યા કરી ત્યારે 'સહકારી' કાયદો સ્પષ્ટ કરે છે કે વીમા કંપનીઓએ આ યોજનામાંથી રૂ. ૧,૨૩૭ કરોડનો નફો કર્યો છે. તેનો અર્થ થાય છે કે વીમા કંપનીઓને એક આત્મહત્યામાંથી સરેરાશ રૂ. ૧ કરોડનો લાભ થયો છે. વળતરની ગણતરીમાં વીમા કંપનીઓમાં પૂરતી નિપુણતાનો અભાવ ખૂબ જ વ્યથિત કરનારો છે.