ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ફડણવીસે શાહ સાથે કરી મુલાકાત, કહ્યું- મહારાષ્ટ્રમાં સરકારને પાડવાનો કોઇ ઇરાદો નથી - દેવેન્દ્ર ફડણવીસની અમતિ શાહ સાથે બેઠક

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.આ દરમિયાન તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં સરકારને પાડવાનો તેમનો કોઈ ઇરાદો નથી. તેઓ ખેડૂતો માટે રાહત પેકેજની માગ કરવા આવ્યા હતા.

ફડણવીસે શાહ સાથે કરી મુલાકાત
ફડણવીસે શાહ સાથે કરી મુલાકાત

By

Published : Jul 17, 2020, 9:46 PM IST

નવી દિલ્હી: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે ગૃહ પ્રધાન અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. બંને નેતાઓએ લગભગ એક કલાક વાતચીત કરી હતી. આ પછી તેમણે મહારાષ્ટ્ર સદનમાં મીડિયાને સ્પષ્ટ કરી દીધું કે રાજ્યમાં સરકારને પાડવાનો તેમનો કોઈ ઇરાદો નથી.

રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ઘર્ષણ વચ્ચે, એવી માહીતી મળી હતી કે, ફડણવીસનું આવા સમયે દિલ્હી આવવું એ મહારાષ્ટ્રમાં પણ કોઈ રાજકીય ઉથલપાછલનું સંકેત આપી છે, જોકે દેવેન્દ્ર ફડણવીસે આવી કોઇ સંભાવનાને નકારી કાઢી હતી. તેમનો મહારાષ્ટ્રમાં સરકારને પાડવાનો કોઈ ઇરાદો નથી.

મહારાષ્ટ્રની એનસીપી-શિવસેના-કોંગ્રેસ ગઠબંધનની સરકારને સંપૂર્ણ નિષ્ફળ ગણાવતા ફડણવીસે કહ્યું કે, આ સરકાર તેના આંતરિક વિરોધને કારણે જ પડી જશે.દેવેન્દ્ર ફડણવીસે મીડિયાને કહ્યું કે ગૃહ પ્રધાન અમિત શાહ સાથે તેમની મુલાકાત કોઈ રાજકીય કાર્ય માટે ન હતી. તેઓ ખેડૂતો અને કોરોના મહામારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા ગૃહ પ્રધાનને મળવા માટે દિલ્હી પહોંચ્યા હતા.

તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં આ વર્ષે શેરડીના સારો પાક થાય તેવો અંદાજ છે.જેથી કેન્દ્ર સરકાર પાસે વિશેષ આર્થિક પેકેજની માગ કરવા તેઓ કૃષિ પ્રધાન અને ગૃહ પ્રધાનને મળવા આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details