ફડણવીસ રાત્રે 9.25 વાગ્યે નાગપુર સ્થિત સંઘ મુખ્યાલય પહોંચ્યા હતા.આ બેઠકમાં શું વાત થઇ તે સામે નથી આવ્યું. પરતું મળતી માહીતી મુજબ 21 ઓક્ટોબર બાદ વિધાનસભા ચૂંટણી બાદ જે પરિસ્થિતી ઉત્પન્ન થઇ તેના પર ચર્ચા કરવામાં આવી હશે. આ અગાઉ રાજ્યમાં ભાજપના વરિષ્ઠ નેતા તથા વિત્તપ્રધાન સુધીર મુનગંતિવારે જણાવ્યું હતું કે,સરકાર રચનાને લઇ કોઇ પણ સારા સમાચાર ક્યારે પણ આવી શકે છે. જોકે શિવસેના નેતા સંજય રાઉતે આ અંગે જણાવ્યું કે,તેની પાર્ટી સત્તા ગઠબંધન પર ભાજપ પાસેથી લેખિતમાં આશ્વાસન માંગે છે જેમાં અઢી અઢી વર્ષ માટે મુખ્યપ્રધાન પદ રાખવું તેવો પણ સમાવેશ થાય છે..
મહારાષ્ટ્ર: સરકાર ન બનતા સંઘની શરણમાં ફડણવીસ, ભાગવત સાથે કરી મુલાકાત - RSSના પ્રમુખ મોહન ભાગવત
મુંબઇ: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેના તથા ભાજપમાં રસાકસી ચાલી રહી છે. ત્યારે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે રાત્રે નાગપુરમાં RSSના પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી.

file photo
મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા પોતાના સરકારી નિવાસ પર બોલાવામાં આવેલી બેઠકમાં સામેલ થયા બાદ મુનગંતિવારે જણાવ્યું કે,કોઇ પણ સરકારની રચનાને લઇ ટૂંક સમયમાં સારા સમાચાર આવી શકે છે.આ બેઠકમાં ઉપસ્થિત ભાજપના રાજ્ય એકમના અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલે જણાવ્યું કે,હવે શિવસેના તરફથી પ્રસ્તાવની રાહ જોવામાં આવી રહી છે.