મહારાષ્ટ્ર સત્તા સંગ્રામ: દેવેન્દ્ર ફડણવીસે અમિત શાહ સાથે કરી મુલાકાત - મહારાષ્ટ્ર સત્તા સંગ્રામ
નવી દિલ્હી: મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય દળના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી છે. દેવેન્દ્ર ફડણવીસે સોમવારે અમિત શાહના દિલ્હી ખાતેના નિવાસ સ્થાને મુલાકાત યોજી હતી. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ અને તેનાથી પ્રભાવિત થયેલા ખેડૂતોની હાલતને લઈ કેન્દ્ર પાસે આર્થિક સહાયની માગ કરવા માટે પહોંચ્યા છે. એવી પણ અટકળો વહેતી થઈ છે કે, મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઈ પણ ચર્ચા થઈ શકે છે.

fadnavis meets amit shah
મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવી સરકારના ગઠનને લઈ કોઈ ગમે તેવા નિવેદનો આપે, તેના પર હું કશું કહેવા માગતો નથી. સાથે જ તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં જ નવી સરકાર બનશે. ભલે પુરેપુરો વિશ્વાસ છે કે, મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. આજ વાતને લઈ આજે દિલ્હીમાં શરદ પવાર પણ સોનિયા ગાંધી સાથે મુલાકાત યોજવાના છે.