મહારાષ્ટ્રમાં આગામી સરકારમાં સત્તામાં ભાગીદારીને લઇને ભાજપ-શિવસેનાની વચ્ચે કોકડૂં ગુચવાયું છે, ત્યારે CM ફડણવીસે કહ્યું કે, પાંચ વર્ષ સુધી હું જ મુખ્યપ્રધાન રહીશ.
આ પણ વાંચો....મહારાષ્ટ્રમાં સત્તાનું રિમોટ હવે ઉદ્ધવના હાથોમાં છે
નોંધનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 105 અને શિનસેનાને 56 બેઠકો મળી હતી. મહારાષ્ટ્રમાં આગામી સરકારમાં ભાગીદારીને લઇને ભાજપ શિવસેનામાં ટકરાવ ચાલી રહ્યો છે.
છેલ્લા અઠવાડીયે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની વચ્ચે 2019ની લોકસભાની ચૂંટણી પહેલા 50-50ના ફોર્મ્યુલા પર સહમતિની યાદ અપાવી હતી.
આ પણ વાંચો....મહારાષ્ટ્રમાં કોઈ દુષ્યંત નથી, કે જેના પિતા જેલમાં હોય, અમારી પાસે વિકલ્પ છે: શિવસેના
ફડણવીસે પોતાના નિવાસસ્થાને 'વર્ષા'માં કહ્યું કે, લોકસભા ચૂંટણી પહેલા જ્યારે ગઠબંધનને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું, ત્યારે શિવસેના સાથે અઢી વર્ષ માટે CMના પદનો વાયદો નહતો કરવામાં આવ્યો.
આ પણ વાંચો...મહારાષ્ટ્ર ચૂંટણી: 50-50ની ફોર્મ્યુલા પર શિવસેના અડગ, ભાજપ પાસેથી માગે છે લેખિતમાં ખાતરી
CM ફડણવીસે કહ્યું કે, ભાજપ-શિવસેના ગઠબંધન આગામી પાંચ વર્ષ સુધી સ્થિર અને કુશળ સરકાર આપશે. ફડણવીસે કહ્યું કે, ભાજપ ધારાસભ્ય દળ બુધવારે પોતાનો નવો નેતા પસંદ કરશે.
ફડણવીસે કહ્યું કે, PM મોદી નામની જાહેરાત પહેલા કરી ચૂક્યા છે અને બેઠક એક ઔપચારિકતા હશે. તેમનો ઈશારો ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી દ્વારા કરવામાં આવેલા તે નિવેદન પર છે. જે ગઠબંધનની આગેવાની ફડણવીસ કરશે.