આ વચ્ચે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અનેક ટ્વિટ કરી કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં જલ્દી એક સ્થિર સરકાર બનશે
ફડણવીસે પોતાના બીજા ટ્વિટમાં લખ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં મહાયુતીને સારો જનઆદેશ મળ્યો હતો. પરંતુ, રાજ્યમાં સરકાર ન બનતા આજે આપણે તમામે રાષ્ટ્રપતિ શાસનનો સામનો કરવો પડી રહ્યો છે.
પૂર્વ મુખ્યપ્રધાને મહારાષ્ટ્રના સામાન્ય નાગરિકો, વિશેષ રૂપથી ખેડુતોનો ઉલ્લેખ કરતા કહ્યું કે રાજનૈતિક અસ્થિરતાના કારણે સામાન્ય માણસોને મુશ્કેલીઓનો સામનો કરવા પડી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે આશા રાખુ છું કે તમામ રાજનૈતિક પાર્ટીઓ આ મામલે ગંભીર વિચાર કરશે અને રાજ્યમાં જલ્દી એક સ્થિર સરકાર બનશે.
મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનાવવા માટે તમામ જવાબદારીઓ મહારાષ્ટ્ર ભાજપ નેતા નારાયણ રાણેએ લીધી છે અને તેઓેએ વિશ્વાસ સાથે કહ્યું હતું કે રાજ્યમાં સરકાર ભાજપની જ બનશે અને 145 સીટોના આંકડા સાથે રાજ્યપાલ પાસે ભાજપ સરકાર બનાવવાનો દાવો કરશે.