ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ફેસબુકનું પેમેન્ટ ફિચર લોન્ચ, પૈસા મોકલવામાં થશે સરળતા - ફેસબુક પે

મુંબઈ: ફેસબુકે પૈસાની ચુકવણી માટે સરળ વિકલ્પની શરુઆત કરી છે. જેમાં ફેસબુકના મેસેન્જર, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પરથી સુરક્ષિત રીતે ચુકવણી કરી શકાય છે. ફેસબુકના માર્કેટ પ્લેસ અને કોમર્સ વિંગના વાઇસ પ્રેસિડેન્ટ ડેબોરાહ લિયુએ જણાવ્યું કે, સમય સાથે અમારી યોજના 'ફેસબુક પે'ને અને સ્થળોએ અને ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર પણ રજૂ કરવાની યોજના બનાવીએ છીએ.

facebook launches pay services in us whatsapp pay soon

By

Published : Nov 13, 2019, 10:21 AM IST

Updated : Nov 13, 2019, 2:00 PM IST

ઉલ્લેખનીય છે કે, હાલ સરળતાને લોકો ઝડપથી અપનાવી રહ્યા છે, ત્યારે સરળતા તેમજ સુરક્ષિતતાને ધ્યાન લઈને ફેસબુકે પણ નવા વિકલ્પ શોધ્યા છે. ફેસબુકે પૈસાની ભરપાઈ માટે 'ફેસબુક પે' બનાવવાની યોજના બનાવી છે.

ફેસબુક પે

જેમાં ફેસબુકે પૈસાની ચુકવણી માટે સરળ વિકલ્પની શરુઆત કરી છે. જેને કારણે ફેસબુકના મેસેન્જર, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પરથી સુરક્ષિત રીતે ચુકવણી કરી શકાય છે.

કંપનીના જણાવ્યા અનુસાર, તમે ફેસબુક અથવા તો મેસેન્જર પર ફક્ત થોડા સમય બાદ જ 'ફેસબુક પે' નો ઉપયોગ કરી શક્શો. આ માટે તમે પહેલા ફેસબુક એપ્લિકેશન અથવા વેબસાઇટ પરની સેટિંગ પર જાઓ અને પછી 'ફેસબુક પે' પર જાઓ અને પેમેન્ટની મેથડ જુઓ. આ પછી તમે આગામી પેમેન્ટ પર ફેસબુક પેનો ઉપયોગ કરી શકો છો.

વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર 'ફેસબુક પે' શરુ થતાં જ તમે તેને પ્રત્યેક એપ પર સીધા સેટ કરી શકો છો.

Last Updated : Nov 13, 2019, 2:00 PM IST

ABOUT THE AUTHOR

...view details