ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ફેસબુકે ડેસ્કટોપ માટે મેસેન્જર એપ લોન્ચ કરી - મોટી સ્ક્રીન પર ગ્રૂપ વીડિયો કોલ

ફેસબુકે MacOS તથા વિન્ડોઝ માટે એક મેસેન્જર એપ લોન્ચ કરી હતી, જેથી વ્યક્તિ તેના ડેસ્કટોપ પર વીડિયો ચેટ કરી શકે છે અને વિશ્વભરમાં તેના મિત્રો તથા પરિવારજનો સાથે સંકળાયેલી રહી શકે. ડેસ્કટોપ પર મેસેન્જર એપ રાખવાનો એક ફાયદો એ છે કે, તેનાથી મોટી સ્ક્રીન પર ગ્રૂપ વીડિયો કોલ કરી શકાય છે. આ એપને માઇક્રોસોફ્ટ સ્ટોર અથવા મેક એપ સ્ટોર પરથી ખરીદી શકાય છે.

ETV BHARAT
ફેસબુકે ડેસ્કટોપ માટે મેસેન્જર એપ લોન્ચ કરી

By

Published : Apr 4, 2020, 8:19 PM IST

ન્યૂઝ ડેસ્કઃ ફેસબેકે MacOS અને વિન્ડોઝ માટે એક મેસેન્જર એપ લોન્ચ કરી હતી, જેથી વ્યક્તિ તેમના ડેસ્કટોપ પર વીડિયો ચેટ કરી શકે અને વિશ્વભરમાં તેમના મિત્રો અને સ્વજનો સાથે સંકળાયેલી રહી શકે.

ડેસ્કટોપ પર મેસેન્જર એપ રાખવા પાછળનો એક લાભ એ છે કે, તેનાથી મોટી સ્ક્રીન પર ગ્રૂપ વીડિયો કોલ કરી શકાય છે.

વળી, તેની ચેટ્સ મોબાઇલ અને ડેસ્કટોપમાં સિન્ક થઇ શકે છે, જેથી તમે ગમે તે ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યા હોવ, તો પણ તમે કદી કોલ કે મેસેજ ચૂકી નહીં જાઓ.

"ગયા મહિને અમને મેસેન્જર પર ઓડિયો અને વીડિયો કોલિંગ માટે તેમના ડેસ્કટોપ બ્રાઉઝરનો ઉપયોગ કરી રહેલા લોકોની સંખ્યામાં 100 ટકા કરતાં વધુ વધારો થયો હોવાનું માલૂમ પડ્યું હતું," તેમ ફેસબુકના વાઇસ પ્રેસિડેન્ટ ઓફ મેસેન્જર સ્ટેન ચુડનોવ્સ્કીએ જણાવ્યું હતું.

આ ઉપરાંત, તમારા તમામ ફેસબુક ફ્રેન્ડ્ઝ પાસે મેસેન્જર હોય, તો તમારે કોઇના ઇમેઇલ કે ફોન નંબર જાણવાની જરૂર રહેતી નથી.

"અમને આશા છે કે, મેસેન્જર ડેસ્કટોપ એપ આવા સમયગાળા દરમિયાન મિત્રો તથા સ્વજનોના સંપર્કમાં રહેવાનું કાર્ય લોકો માટે વધુ સરળ બનાવી દેશે," તેમ ચુડનોવ્સ્કીએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details