પંચમહાલ જિલ્લામાં હોળીના પર્વને લઈને ગ્રામીણ વિસ્તારોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. જેમાં બહારગામ અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં મજૂરીકામ કે અન્યકામ કરતો વર્ગ પોતાના વતનમાં જ હોળીની ઉજવણી કરતો હોય છે. ત્યારે પોતાના વતનમાં આવીને હોળીની ઉજવણી સારી રીતે કરી શકે તે માટે વિશેષ બસો દોડાવાનું આયોજન ST વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે
ગોધરા ST વિભાગ દ્વારા તહેવારને લઇને દોડાવાશે એકસ્ટ્રા બસો
પંચમહાલ: જિલ્લામાં હોળી ધુળેટીના પર્વને લઇ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં પંચમહાલમાં રહેતા ગ્રામીણ વર્ગ બહાર અન્ય શહેરોમાં રોજીરોટી માટે જતા લોકો પણ હોળીની ઉજવણી કરવા પોતાના ઘરે પોતાના વતન આવતા હોય છે. હોળીના તહેવારને લઇ ગોધરા ST નિગમ દ્વારા વિશેષ બસો ગ્રામ્ય વિસ્તારમાં દોડાવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ફાઇલ ફોટો
પંચમહાલ જિલ્લાના હાલોલ,ગોધરા, ડેપોમાં બહાર ગામથી આવેલા લોકો પોતાના વતન સુધી પહોંચી શકે તે માટે બસોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા લુણાવાડા,બારીયા,સંજેલી ,દાહોદ, તરફના શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં બસોનું દોડાવાનું આયોજન ST વિભાગ તરફથી કરવામાં આવ્યું છે.