ગુજરાત

gujarat

ETV Bharat / bharat

RCEPમાં સામેલ ન થવા પર વિદેશપ્રધાનની પ્રતિક્રિયા

નવી દિલ્હી: વિદેશપ્રધાન એસ.જયશંકરે ગુરૂવારે કહ્યું કે, ભારતે પ્રાદેશિક આર્થિક ભાગીદારી (RCEP) પર હસ્તાક્ષર નહીં કરવાનો નિર્ણય નવી ભાગીદારીથી થનારા નફા-નુકસાન વિશે વિચારીને લેવામાં આવેલો નિર્ણય છે. વિદેશ પ્રઘાને કહ્યું કે, ખરાબ કરારથી સારુ છે, કોઈ કરાર જ ન કરવો.

external affairs minister s jaishankar on indias exit from rcep

By

Published : Nov 15, 2019, 10:35 AM IST

Updated : Nov 15, 2019, 11:27 AM IST

ભારત વર્ષો સુધી વાતચીત કર્યા બાદ મૂળ સમસ્યાઓનું નિવારણ ન થવાને કારણે હાલમાં જ ચીન સમર્થિત પ્રાદેશિક આર્થિક ભાગીદારીમાંથી બહાર આવ્યું છે. આ દરમિયાન વડાપ્રધાને બેન્કોકમાં કહ્યું હતુ કે, સૂચિત કરારથી તમામ ભારતીયોના જીવન અને આજીવિકા પર વિપરિત પ્રભાવ પડશે.

વિદેશપ્રધાન જયશંકરે ચોથા રામનાથ ગોયનકા સ્મૃતિ આખ્યાનમાં કરાર પર હસ્તાક્ષર નહીં કરવાના ભારતના નિર્ણયનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારતે ખુબ જ વાતચીત અને બાદમાં પ્રસ્તાવ વિશે વિચાર વિમર્શ બાદ આ નિર્ણય લીધો છે.

વિદેશપ્રધાને કહ્યું કે, 'એ નક્કિ કરવામાં આવ્યું હતુ કે, આ વખતે ખરાબ કરાર કરતા સારું છે કે, કોઈ કરાર ન કરવામાં આવે.એ પણ જાણવું મહત્વપૂર્ણ છે કે, RCEPના નિર્ણયનો અર્થ શું છે. તેનો અર્થ એ છે કે, 'એક્ટ ઈસ્ટ પોલિસી' થી પાછીપાછી કરવુ નથી જો કે, કોઈપણ બાબતમાં દૂર સુધી અને સમકાલીન ઈતિહાસની ઉંડાઈથી નિહિત છે' જયશંકરે કહ્યું કે, 'અમે બેન્કોકમાં જે જોયું તે નવા કરારમાં પ્રવેશવાથી થતા નફા અને નુકસાન વિશે વિચાર વિમર્શ બાદ આ નિર્ણય લીધો છે.

Last Updated : Nov 15, 2019, 11:27 AM IST

ABOUT THE AUTHOR

...view details