ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિદેશ પ્રધાન એસ.જયશંકર બે દિવસીય જાપાનના પ્રવાસે જશે - અમેરિકી વિદેશી પ્રધાન માઈક પોમ્પિયો

ભારત અને જાપાન વચ્ચે સબંધો મજબૂત છે. જાપાનના નવા PM યોશિહિદે સુગા આ સંબંધોને ક્યાં સુધી લઈ જાય છે તે જોવાનું રહ્યું. વિદેશ પ્રધાન એસ જયશંકર જાપાન જઈ રહ્યા છે, ત્યારે આ યાત્રા ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે.

External Affairs Minister
જાપાનની યાત્રા

By

Published : Sep 30, 2020, 1:26 PM IST

નવી દિલ્હી: ભારત-પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા દબાવને લઈ ચતુષ્કોણીય ગઠબંધન દેશ ક્વાડના વિદેશ પ્રધાન 6 ઓક્ટોમ્બરના રોજ જાપાનના ટોક્યો શહેરમાં બેઠક કરશે. ક્વાડ દેશોમાં ભારત, જાપાન, અમેરિકા અને ઑસ્ટ્રેલિયા સામેલ છે. જાપાનના મીડિયાના વિદેશ પ્રધાન તોશિમિત્સુ મોતેગીએ સમગ્ર જાણકારી આપી છે.

મોતેગીએ જણાવ્યું કે, આ બેઠકમાં હિંદ પ્રશાંત વિસ્તારમાં શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિ વધારવા માટે વાતચીત થશે. આ બેઠકમાં ભારત એસ. જયશંકર સહિત અમેરિકી વિદેશી પ્રધાન માઈક પોમ્પિયો અને ઓસ્ટ્રેલિયાના મારિજ પાયન પણ સામેલ રહેશે.

કોરોના વાઇરસની મહામારીની શરુઆત બાદ ટોક્યો દ્વારા આયોજીત આ પ્રથમ પ્રધાન સ્તરીય સમ્મેલન હશે. આ ક્ષેત્રમાં ચીનના વધતા દબદબાને ધ્યાનમાં રાખીને અમેરિકા, જાપાન, ઑસ્ટ્રેલિયા અને ભારતે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં નિયમ-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા સહયોગ વધાર્યો છે.

જેમાં કાયદાના શાસનનું પાલન કરવા સહિત સમુદ્ર અને આકાશમાં ચળવળની સ્વતંત્રતા અને વિવાદોનો શાંતિપૂર્ણ રીતે સમાધાન કરવું જરુરી છે. જેથી આ ક્ષેત્રમાં ચીનના વધતા દબાવને ઘટાડી શકાય.

ABOUT THE AUTHOR

...view details