નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદ્મબરમે શનિવારે કહ્યું કે, જન સુરક્ષા કાયદો (પીએસએ) હેઠળ પીડીપી નેતા મહબૂબા મુફ્તીની કસ્ટડીને વધારવી તે કાયદાનો દુરૂપયોગ અને પ્રત્યેક નાગરિકના સંવૈધાનિક અધિકારો પર હુમલો છે. આ સાથે જ તેમણે મહબૂબાની તરત જ મુક્ત કરવાની માગ કરી છે.
પૂર્વ કેન્દ્રીય પ્રધાને ટ્વીટ કર્યું કે, પીએસએ હેઠળ મહબૂબા મુફ્તીની કસ્ટડીને વધારવી એ કાયદાનો દુરૂપયોગ અને પ્રત્યેક નાગરિકને મળેલા સંવૈધાનિક અધિકારો પર હુમલો છે.
ચિદ્મબરમે કહ્યું કે, 61 વર્ષીય પૂર્વ મુખ્ય પ્રધાન ચોવીસ કલાક સુરક્ષા ગાર્ડની નજર હેઠળ રહેનારી વ્યક્તિ, જન સુરક્ષા માટે કઇ રીતે ખતરો છે?
પૂર્વ કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, પીડીપી નેતા મહબૂબાએ મુક્ત કરવાની રજૂઆતને નકારી સાચું કર્યું છે, કારણ કે, કોઇ પણ આત્મસમ્માન રાખતા નેતા આમ ન કરે.
વધુમાં તેમણે કહ્યું કે, તેમની કસ્ટડી માટે આપવામાં આવેલું એક કારણ- તેમની પાર્ટીનો લીલો રંગ- હાસ્યસ્પદ છે.