તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૂચન કર્યું હતું કે કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે લોકડાઉન બે સપ્તાહ સુધી લંબાવે.
તેમણે આ સૂચન બધા રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે થયેલી વડાપ્રધાનની એક ઇન્ટરેક્ટિવ મીટિંગ દરમિયાન કર્યું હતું.
લોકડાઉન દરમિયાન મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે ખાદ્યપ્રણાલી ઉદ્યોગને કાર્ય કરવા દેવા જોઈએ જેથી ખેડુતોને નુકસાન ન થાય અને જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય પણ મળી રહે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે લૉકડાઉનથી કોરોનાના ફેલાવોને રોકવામાં મદદ મળી છે. વધુ બે અઠવાડિયા માટે ક્લોકડાઉન લંબાવવું વધુ સારું છે. આના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
રાવે મોદીને FRBM (ફિસ્કલર રિસ્પોન્સિબિલીટી અને બજેટ મેનેજમેન્ટ) મર્યાદાને હાલના ત્રણથી વધારીને પાંચ ટકા કરવાની પણ વિનંતી કરી, ઉપરાંત રાજ્યોના વ્યાજના દેવાની ચૂકવણી છ મહિના માટે સ્થગિત કરવા પણ જણાવ્યું.