ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળના પેટ્રાપોલ લેન્ડ બંદરથી ભારત-બાંગ્લાદેશનો વેપાર ફરી શરૂ - પેટ્રાપોલ લેન્ડ બંદર

પશ્ચિમ બંગાળના પેટ્રાપોલ લેન્ડ બંદરથી ભારત-બાંગ્લાદેશ સરહદ વેપાર શરૂ કરવામાં આવ્યો છે. ભારત-બાંગ્લાદેશ સરહદ પર પેટ્રાપોલ ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ દ્વારા બે મહિનાના ગાળા પછી દ્વિપક્ષીય વેપાર ફરી શરૂ થયો છે.

Exports
Exports

By

Published : Jun 8, 2020, 3:02 PM IST

કોલકાતા: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં પેટ્રાપોલ ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (આઈસીપી) દ્વારા પડોશી દેશ બાંગ્લાદેશ સાથે દ્વિપક્ષીય વેપાર ફરી શરૂ કરવામાં આવ્યો છે. બે મહિનાના અંતર બાદ ભારત-બાંગ્લાદેશ સરહદ પર પેટ્રાપોલ ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ દ્વારા વેપાર શરૂ કરવામાં આવ્યો છે.

બોગન નગર પાલિકાના અધ્યક્ષ શંકર અધ્યાએ કહ્યું કે, અમે પેટ્રાપોલ આઈસીપીના માધ્યમથી દ્વિપક્ષીય વેપારને ફરી શરૂ કરવાની અનુમતિ આપી રહ્યાં છીએ. તમામ આવશ્યક સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. તેમજ રોજ 12 કલાક સુધી વ્યાપાર કરવાની પરવાનગી આપવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, 100 સ્થાનિય ટ્રક ચાલકોને બાંગ્લાદેશમાં બંદરગાહ ક્ષેત્રમાં માત્ર 500 માટર સુધી આવન જાવન અને સામાન ઉતારી પરત ફરવાની અનુમતિ છે.

લૈંડ પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ રવિવારે જિલ્લા મેજિસ્ટ્રેટને એક પત્ર મોકલ્યો હતો. જેમાં પેટ્રાપોલ પાસે ફસાયેલા ટ્રકને આવન જાવન કરવાની ભલામણ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details