મળતી માહીતી મુજબ આ વ્યક્તિ ઓસ્ટ્રેલિયાનો રહેવાસી છે. જેનું નામ બ્રેન્ટન ટૈરેન્ટ છે આ શખ્સે આ ઘટનાને ફેસબુક પર લાઈવ પણ કર્યું હતું.
ન્યૂઝીલેન્ડના હુમલા પર પોલીસે કર્યો ખુલાસો, એક જ વ્યક્તિએ હુમલો કર્યો - shootings
ન્યૂઝ ડેસ્ક : હાલમાં જ ન્યૂઝીલેન્ડમાં ક્રાઈસ્ટચર્ચની બે મસ્જીદોમાં હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે હાલમાં જ ખુલાસો કર્યો છે કે, આ હુમલો એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો.
file photo
પોલીસ કમિશ્નર માઈક બુશે આ અંગે જણાવતા કહ્યું કે, હુમલાવર બ્રેન્ટન માત્ર 28 વર્ષનો છે. આરોપીને પકડી વધું હુમલા કરતા તેને રોક્યો છે.
આ હુમલામાં 50થી વધુ લોકોના મોત થયા હતા. જોકે 50થી વધુ લોકો ઘાયલ પણ થયા હતા. જેમની હાલત ગંભીર બતાવમાં આવી રહી છે. બુશે કહ્યું કે, અલનૂર તથા લિનવુડ મસ્જિદમાં પીડોતીની ઓળખ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. તેમણે વધુમાં કહ્યું કે, આરોપીને શનિવારે કોર્ટમાં હાજર કરવામાં આવશે.