ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેદારનાથમાં 2013 જેવી આપત્તિ આવવાના દાવાને ભુસ્તર શાસ્ત્રીઓએ ફગાવ્યો

દેહરાદૂનઃ કેદારધામમાં વર્ષ 2013માં આવેલ આપત્તિ બાદ ખેદાન-મેદાન થયેલ કેદારઘાટીનો ફરીથી વિકાસ થઈ ગયો છે. પરંતુ કેદારનાથ આપત્તિનું મુખ્ય કારણ ચોરાબારી તળાવનું પુન ર્જીવિત થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં કેદારનાથ ધામમાં સ્વાસ્થ્ય સેવા આપી રહેલા ડૉક્ટરોના એક સમૂહે કેદારનાથ ધામથી આસરે 5 કિલોમીટર ઉપર ચોરાબાડી તળાવની તૈયાર થવાની જાણકારી વાડિયા ઈન્સ્ટીટ્યૂટ ઑફ હિમાલયન જિયોલૉજીના વૈજ્ઞાનિકોને આપી છે. હવે વાડિયાની ટીમ આ તળાવની તપાસ કરવાની વાત કરી રહી છે.

kedarnath

By

Published : Jun 24, 2019, 9:23 PM IST

મળતી માહિતી અનુસાર, ડૉક્ટર્સ ટીમે 16 જૂનના રાજ્ય આપત્તિ પ્રતિક્રિયા દળ, પોલીસ અને જિલ્લા વહીવટની ટીમની સાથે ચોરબાડી તળાવનો પ્રવાસ કર્યો હતો. જ્યાં તેમણે જોયું કે, તળાવ ફરીથી પાણીથી ભરાઇ ગયું છે. હાલના સમયમાં ચોરાબાડી તળાવ લગભગ 250 મીટર લાંબુ અને 150 મીટર મોટું બતાવવામાં આવી રહ્યું છે. આ તળાવ વરસાદ, ઓગળતા બરફ અને હિમપ્રપાતથી ભરાય જાય છે. રૂદ્રપ્રયાગ જિલ્લા વહીવટે તળાવને લઈને દેહરાદૂન સ્થિત વાડિયા ઈન્સ્ટીટ્યૂટ ઑફ હિમાલયન જિયોલૉજીને ચેતવણી આપી છે.

ડૉક્ટર્સના સમૂહ દ્વારા જોવામાં આવેલ ચોરાબાડી તળાવને ગાંધી સરોવર પણ કહેવામાં આવે છે. જે વર્ષ 2013માં આવેલ વિનાશકારી આપત્તિ બાદ લગભગ સમાપ્ત થઈ ગયુ હતું અને વિસ્તાર સપાટ જમીનના રૂપમાં જોવા મળતુ હતું. ત્યાર બાદ 2013ની આપત્તિમાં તળાવની ભૂમિકાનો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, તળાવ ફરીથી પુનર્જીવિત નહીં થાય.

રિચર્સ માટે જતા વૈજ્ઞાનિકોનો સમૂહ

વાડિયા ઈન્સ્ટીટ્યૂટ ઑફ હિમાલયન જિયોલૉજીના ભૂવૈજ્ઞાનિક ડૉ. ડી. પી. ડોભાલે કહ્યું કે, જે તળાવ વિશે તેમને જાણકારી મળી છે, તે ચોરાબાડી ન હોય શકે. કારણ કે, ચોરાબાડી તળાવ કેદારનાથથી માત્ર 2 કિલોમીટર દૂર છે અને જે તળાવ વિશે જણાવવામાં આવી રહ્યું છે, તે ગ્લેશિયરની વચ્ચે બનેલ છે. જે કેદારનાથથી 5 કિલોમીટર દૂર છે. તેમણે કહ્યું કે, ચોરાબાડી તળાવ જીવિત થવાની કોઈ શક્યતા નથી.

ચોરાબાડી તળાવની આસપાસનો વિસ્તાર

ભૂવૈજ્ઞાનિકોનું માનીએ તો આ કોઈ અન્ય ગ્લેશિયર તળાવ હોય શકે છે. જેની ત્યાં જઈને તપાસ કરવામાં આવશે. વૈજ્ઞાનિકે જણાવ્યું કે, જ્યારે ગ્લેશિયર ઓગળે છે, ત્યારે નાના-નાના તળાવ બની જાય છે. આ વર્ષે ગ્લેશિયરોમાં વધારે તળાવ બનવાની શંકા છે. કારણ કે, આ વખતે ખૂૂબ વધારે વરસાદ અને હિમવર્ષા થઈ હતી. આ કારણે પણ બઘા ગ્લેશિયર ઓગળી રહ્યા છે અને સાથે મળીને નાના તળાવ બની જાય છે. પરંતુ તેનાથી કોઈ ખતરો નથી હોતો.

ડૉ. ડી.પી. ડોભાલ સાથેની વાતચીત

વર્ષ 2013ના આપત્તિમાં કેદારનાથમાં મોટા પ્રમાણમાં થયેલ વિનાશ માટે ચોરાબાડી તળાવનું તુટવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. કારણ કે, મંદાકિની ઘાટીમાં પૂર આવવાના કારણે બોલ્ડરની સાથે મિશ્રિત તળાવના પાણીએ મંદિર અને શહેરમાં વધારે પ્રમાણ વિનાશ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details