ગુજરાત

gujarat

ETV Bharat / bharat

#COVID-19 સામે જંગ જીતવા ડિજિટલ પ્રતિસાદના પ્રયોગો - COVID-19 સામે જંગ

સમગ્ર વિશ્વના દેશો કોવિડ-19નો મુકાબલો કરવા અને સમુદાય-સંચાલિત સંપર્ક-ટ્રેસિંગ ટેકનોલોજીસ મારફતે તેનું પ્રસરણ ન થાય તે માટે ધીરે ધીરે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જિનિયરિંગ ક્ષમતાઓ વિકસાવી રહી છે.

fights against COVID-19
COVID-19 સામે જંગ

By

Published : Apr 6, 2020, 12:39 PM IST

ન્યૂઝ ડેસ્ક : વિશ્વ આરોગ્ય સંગઠને કોવિડ-19ના પુરવાર થયેલા કેસોની દ્રષ્ટિએ અનેક હ્રદયદ્વાવક તથ્યો જાહેર કર્યાં છે, જે સમગ્ર વિશ્વને અનિવાર્યપણે ઐક્ય, સંકલ્પ અને સહયોગ સાધવા માટેનું આહવાન છે.

બીજી તરફ, સંશોધન દર્શાવે છે કે કોવિડ-19ની અસર અને જાહેર જનતાના ભાવિ સ્વાસ્થ્ય સંકટનો મુકાબલો કરવા માટે આપણે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત કરવાની જરૂર છે. નાગરિકોની આવનજાવન, બીમારીના પ્રસરણની પેટર્ન અને સ્વાસ્થ્ય ઉપર દેખરેખ સંબંધિત વ્યાપક ડેટાનું વિશ્લેષણ આ મહામારીને અટકાવવાનાં પગલાં માટે ઉપયોગમાં લઈ શકાય.

પ્રવર્તમાન મહામારી કોવિડ-19ને કારણે આપણે વિશ્વમાં ત્રણ મહત્ત્વપૂર્ણ બનાવો જોઈ રહ્યા છીએ. ઓનલાઈન સેવાઓની વ્યાપક સ્વીકાર્યતા, પરંપરાગત ઉદ્યોગો માટે ઈન્ટરનેટ સેવાઓની અતિ વિશાળ આવશ્યકતા અને વિવિધ ઉદ્યોગોમાં પરસ્પર જોડાણમાં વધારો.

અહેવાલો મુજબ, આ ત્રણ ડેટા સ્ટ્રીમ્સ બીમારી ફેલાવતા પ્રવાસની પેટર્ન વિશે મહત્ત્વના અને રિયલ ટાઈમ ડેટા આપે છે અને જે વસ્તી ઉપર જોખમ હોય તેના રેખાંશના ફેરફાર વિશે માહિતી આપે છે, જે અત્યાર સુધી ઝડપથી પ્રસરતા રોગચાળાને લગતા સમયપત્રકનું પ્રમાણ નક્કી કરવું અત્યંત મુશ્કેલ હતું.

વાયરસના ચેપના પ્રસરણમાં અસાધારણ વધારો અને તેનાં વધતાં જતાં વૈશ્વિક જોડાણને કારણે આ માહિતી સાવધાની અને અટકાવની વ્યૂહરચના માટે ખૂબ મહત્ત્વની છે.

કેટલાક સંશોધકો અને ખાનગી સંસ્થાઓએ પોતાની રાજ્ય સરકારો સાથે મળીને હેલ્થમેપ નામનું ડિજિટલ પ્લેટફોર્મ બનાવ્યું છે, જે શહેરમાં પ્રવેશેલા જીવાણુજન્ય રોગ માટે સ્થાન, સમય અને ચેપી વાયરસના પ્રકાર મુજબ બીમારીના ફેલાવાનું ચિત્ર રજૂ કરે છે.

વિશ્વના 180 કરતાં વધુ દેશો અને પ્રદેશોમાં કોરોનાવાયરસના કેસ સુનિશ્ચિત થયા છે. આગળના વ્યાપક અને મોટા પડકારો સામે સ્વાસ્થ્ય-સંભાળનું વ્યવસ્થાતંત્ર ઉણું પડશે એટલું જ નહીં બાળસંભાળ, શિક્ષણ, રોજગાર અને પરિવહન સાથે અકલ્પનીય રીતે ટકરાય પણ છે.

ABOUT THE AUTHOR

...view details