દિલ્હીના ઉપ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને ફરીથી પડપડગંજ વિધાનસભા બેઠક પરથી ટિકીટ ફાળવવામાં આવી છે. 2015ની વિધાનસભામાં પણ તેઓ આ બેઠક પરથી લડ્યા હતા અને જંગી બહુમતીથી વિજય મેળવ્યો હતો.
ETV Exclusiveઃ દિલ્હીના ઉપ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સાથે ખાસ વાતચીત - Delhi assembly election update
નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીનું રણશિગું ફૂંકાઈ ગયુ છે, ત્યારે આમ આદમી પાર્ટીએ કોઈ પણ જાતનું મોડું કર્યા વિના 70 વિધાનસભા બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાં ઉપ મુખ્ય પ્રધાન મનીષ સીસોદીયા પડપડગંજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. ઉમેદવારી નોંધાવવા જતા સમયે સિસોદિયાએ ઈ ટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.
આ સાથે જ હવે ફરીથી આ બેઠક પર ઉમેદવાર જાહેર થતાં તેઓ આજે વહેલી સવારે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યાં છે. આ સમયે તેમની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને આપ કાર્યકર્તા જોડાયા છે. ઢોલ-નગારાના તાલ સાથે તેઓ હાલ ઉમેદવારી નોંધાવવા આગળ વધી રહ્યાં છે,
ઈટીવી ભારતે તેમની સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં મનીષ સીસોદીયાએ કહ્યું કે, હું પોતાની જીત માટે ચિંતામુક્ત છું. અગાઉ પણ આ કાર્યકર્તાઓએ અને લોકોએ જીતાડ્યો હતો, હવે તેમના કામ કર્યા છે એટલે તેઓ જીત અપાવશે. આ સાથે જ દિલ્હી સરકારે છેલ્લા 5 વર્ષમાં અવિરત કાર્યો કર્યા છે. જેથી દિલ્હીમાં ફરીથી આમ આદમી પાર્ટીની સરકાર રચાશે.