નવી દિલ્હીઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા બિહારના પ્રભારી અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે 20 લાખ કરોડના રાહત પેકેજ અંગે સરકારની ઝાટકણી કાઢી હતી. તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે, આ રાહત નથી પણ લોન છે. તેમણે આ આરોપ ઈટીવી ભારતના રિજનલ એડિટર બ્રજ મોહન સાથેની વાતચીત દરમિયાન લગાવ્યા હતાં. તેમણે ઉમેર્યુ હતું કે, કેન્દ્ર સરકારે જે પૈસા આપ્યા છે તેની ઉપર સૌથી પહેલો અધિકાર ગરિબ અને શ્રમજીવી વર્ગનો છે.
EXCLUSIVE: વર્તમાન સરકાર ફક્ત પોતાની મનમાની ચલાવી રહી છેઃ શક્તિસિંહ ગોહિલ - શક્તિસિંહ ગોહિલ
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ETV Bharat સાથેની એક્લુઝિવ વાતચીતમાં કેન્દ્ર સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં. તેમણે ક્હ્યુ હતું કે, વર્તમાન સરકાર વિપક્ષની વાત સાંભળતી નથી તેમજ ફક્તને ફક્ત પોતાની મનમાની અને જોહુકમી ચલાવી રહી છે.

વર્તમાન સરકાર ફક્ત પોતાની મનમાની ચલાવી રહી છેઃ શક્તિસિંહ ગોહિલ
વર્તમાન સરકાર ફક્ત પોતાની મનમાની ચલાવી રહી છેઃ શક્તિસિંહ ગોહિલ
શક્તિસિંહ ગોહિલે આકરા શબ્દોમાં કહ્યુ હતું કે,' આ સરકારે મનમાની કરવાનું નક્કી કરી દીધું છે. સરકાર વિપક્ષની એકપણ વાત સાંભળવા નથી માગતી.' મોદી સરકારના આ વલણ સામે આક્રોશ ઠાલવતા ગોહિલે કહ્યુ હતું, જ્યારે પાણી માથા ઉપરથી વહેવા લાગે ત્યારે અમે લાલબત્તી બતાવવાનું કામ કરીએ છીએ.