આગામી લોકસભા માટે પ્રકાશ રાજે કર્ણાટકના બેંગલુરૂથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું છે. આ બેઠક પર તેઓ ભાજપના સાંસદ પીસી મોહનને ટક્કર આપશે. હવે જોવાનું એ રહેશે કે, અભિનેતા તરીકે લોકોમાં ખૂબ પ્રિય એવા પ્રકાશ રાજને લોકો નેતા તરીકે કેટલું પસંદ કરે છે તે તો આગામી 23 મેના રોજ ખબર પડી જશે.
બેંગ્લુરૂના અપક્ષ ઉમેદવાર 'જયકાંન્ત શિકરે' સાથે Etv ભારતની ખાસ વાતચીત... - lok sabha election
ન્યૂઝ ડેસ્ક: સિંઘમ ફિલ્મના જયકાંન્ત શિકરેના નામથી પ્રખ્યાત થયેલા સ્ટાર અભિનેતા પ્રકાશ રાજ હવે આગામી લોકસભા ચૂંટણીમાં મેદાને ઉતરવા જઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે, પ્રકાશ રાજ કર્ણાટકની બેંગુલૂરુ સેન્ટ્રલ સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.
પ્રકાશ રાજ સાથે ખાસ વાતચીત....
આપને જણાવી દઈએ કે, કર્ણાટકમાં 2 અને 3 તબક્કામાં 28 બેઠકો માટે મતદાન થવાનું છે જેમાં બીજો તબક્કો 18 એપ્રિલ તથા ત્રીજો તબક્કો 23 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. અહીં બંને તબક્કામાં 14-14 બેઠકો પર મતદાન થશે. જેનું પરિણામ 23 મેના રોજ આવશે.