- અક્ષરા સિંહેની ETV BHARAT સાથે એક્સક્લુઝિવ ચર્ચા
- સારા પાત્રમાટે ખૂબ મહેનત કરવી પડે
- ખૂદ પોતાના માટે સ્ટેન્ડ લેવાથી દુનિયા સલામ કરે
- યુવાઓ માટે પરિસ્થિતિ બદલવાની જરૂર
લોહરદગાઃ હિન્દી અને ભોજપુરી ફિલ્મોમાં અભિનય કરી લોકોનું દિલ જીતનારી ફિલ્મ અભિનેત્રી અક્ષરા સિંહ સાથે ETV BHARATએ ખાસ ચર્ચા કરી છે. આ ચર્ચા દરમિયાન અક્ષરા સિંહે ખુલ્લા મને પોતાના અત્યાસુધીના સફર અંગે માહિતી આપી છે. અક્ષરા સિંહે સ્પષ્ટ કહ્યું કે, બિહારી હોવાનું દર્દ તો સહન કરવું જ પડે છે અને આ દર્દ તેમણે ખૂદ સહન કર્યું છે.
અક્ષરા સિંહે જણાવ્યું કે, તમે તમારા માટે નિર્ણય લેશો, તો દુનિયા તમારૂં સમ્માન કરશે. અક્ષરા સિંહે બિહાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક મહિલા અભિનેત્રી હોવાના કારણે અત્યારસુધીના સફરમાં આવેલી મુશ્કેલી અંગે કહ્યું છે. આ દરમિયાન તેમણે ઘણી મહત્વપૂર્ણ વાતો પણ કરી છે. તેમણે જણાવ્યું કે, કેવી રીતે એક કલાકારનું જીવન સંઘર્ષથી ભરાયેલું હોય છે. અક્ષરા સિંહ લોહરદગામાં હિન્દી ફિલ્મ યુવાની શૂટિંગ માટે આવી છે. આ ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ રમત અને ખેલાડીઓના સંઘર્ષ પર આધારિત છે.
તમે શરમ રાખશો તો લોકો વાતો કરશેઃ અક્ષરા
અભિનેત્રી અક્ષરા સિંહે ETV BHARAT સાથેની ચર્ચામાં કહ્યું કે, ઝારખંડનું વાતાવરણ અને અહીંના પર્યટન સ્થળ સૂંદર છે. આવા સ્થળે કામ કરવું તેમને સારૂં લાગે છે. અહીંના પહાડ, નદી અને જંગલ આકર્ષિત કરે છે. ફિલ્મ શૂટિંગ માટે ઝારખંડનું વાતાવરણ ખૂબ સારૂં છે. 80-90ના દાયકામાં એક ફિલ્મ અભિનેત્રીએ ફિલ્મમાં કામ કરવું જેટલું જટીલ હતું, આજના સમયમાં એટલું સરળ થઇ ગયું છે. હવે ઘણા ફેરફાર થયા છે. એક અભિનેતાના બદલે એક અભિનેત્રીએ ખૂદને ફિલ્મ જગતમાં સ્થાપિત કરવું ખૂબ મુશ્કેલ છે. ઘણી મહેનત કરવી પડે છે. આકરી મહેનત બાદ તમને કામ મળે છે. આ ઉપરાંત એક સારા પાત્રમાટે ખૂબ વધુ મહેનત કરવી પડે છે.