જયપુરઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરી એમ બે દિવસ ભારતના પ્રવાસે છે. તેમના સ્વાગત માટે દિલ્હી અને અમદાવાદમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારની મહેમાન નવાજી માટે ખાસ ક્રોકરી તૈયાર કરવામાં આવી છે. ગોલ્ડ અને સિલ્વર પ્લેટેડ ક્રોકરી જયપુરના અરૂણ પાબૂવાલ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારવે સોના અને ચાંદીના વાસણમાં ભોજન પીરસવામાં આવશે. તેમના ભોજન માટે ખાસે સોના ચાંદીની ડીશ, વાટકા અને ગ્લાસ તૈયાર કરવામાં આવ્યાં છે. જે વાસણમાં તેમને ભોજન પીરસવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે દિલ્હીમાં ટ્રમ્પના રોકાણ દરમિયાન આ ક્રોકરીનો ઉપયોગ કરવામાં આવશે.