હિમાચલ પ્રદેશ/મંડીઃ કોરોના સંકટની વચ્ચે આત્મહત્યાના કિસ્સામાં સતત વધારો થયો છે, ત્યારે મંડી જિલ્લાના સરકારઘાટ વિસ્તારમાં પૌંટા પંચાયતના બગ્ગી ગામના રિટાયર જવાન રાકેશે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે આ મામલે પોલીસ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
નિવૃત્ત જવાને કૌટુંબિક કારણોસર કરી આત્મહત્યા
સરકાર ઘાટ ક્ષેત્રમાં પૌટાં પંચાયતના બગ્ગી ગામમાં એખ રિટાયર જવાન રાકેશે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે, બે દિવસ પહેલા મૃતકને તેની પત્ની સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો, ત્યારબાદ રાકેશની પત્ની તેના પિયર ચાલી ગઈ હતી. હાલ પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરીને તેનો મૃતદેહ પરિવારને સોંપી દીધો છે અને ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.
Sarkaghat
પોલીસના જણાવ્યાનુસાર, શરૂઆતી તપાસમાં જાણાવા મળ્યું હતું કે, બે દિવસ પહેલા જ રાકેશને તેની પત્ની સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો, ત્યારબાદ રાકેશની પત્ની તેના પિયર ચાલી ગઈ હતી. જેના કારણે રાકેશ ઘણો ચિંતામાં રહેતો હતો. એટલે એવું કહેવાઈ રહ્યું છે, રાકેશે પત્નીના પિયર જવાના કારણે આત્મહત્યા કરી હતી.
સ્થાનિકોએ ઘટના જાણ થતાં જ પોલીસને આ વાતની માહિતી આપી હતી. જેના આધારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતકના શવને પોસ્ટપોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.