શ્રીનગર: અધિકારીઓના જણાવ્યા પ્રમાણે લોકસભાના સભ્ય અબ્દુલ્લાના નજીકના મિત્ર દુલતે તેમની સાથે લાંબો સમય સુધી વાતચીત કરી હતી. જો કે, દુલતે આવી કોઈ બેઠક થઈ હોવાનો નકારી દીધુ હતું.
અધિકારીઓએ જણાવ્યુ હતું કે, આ બેઠક ફારૂક અબ્દુલ્લાના ગુપકર રોડ પર આવેલા નિવાસ સ્થાને 12 ફેબ્રુઆરીએ થઈ હતી.
જો કે, અધિકારીઓએ ઉમેર્યુ હતું કે, આ મુલાકાત ઔપચારિક હતી. કારણ કે, બંને એકબીજાના જુના મિત્રો છે.
ઉલ્લેખનીય છે કે, 1999માં આતંકવાદીઓ દ્વારા અપહરણ કરાયેલા ઈન્ડિયન એરલાઈન્સના વિમાન આઈસી-814ને છોડવાવાના બદલે આતંકવાદી જૈશ-એ-મહંમદના સંસ્થાપક મસૂદ અઝહરને મુક્ત કરવા માટે તૈયાર થાય તે માટે સમજાવવા તત્કાલીન સરકાર દ્વારા દુલતને ફારુક અબદુલ્લા પાસે મોકલવામાં આવ્યા હતાં.