ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન તુકારામનું 77 વર્ષે નિધન - મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન તુકારામ દિધોલે

મુંબઇઃ મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન તુકારામ દિધોલેનું લાંબી બિમારી બાદ 77 વર્ષની ઉંમરે નાસિકમાં નિધન થયું હતું. તેમના પરિવારના સૂત્રોએ જણાવ્યું કે, દિધોલેએ સવારે એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન તુકારામનું 77 વર્ષે નિધન
મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન તુકારામનું 77 વર્ષે નિધન

By

Published : Nov 30, 2019, 3:02 PM IST

વધુમાં જણાવીએ તો તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે.

દિધોલે 1985થી 1999ની વચ્ચે નાસિકમાં સિન્નર વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે રાજ્યમાં 1995થી 1999 સુધી શિવસેના-ભાજપની ગઠબંધનની સરકારમાં વીજળી અને ગ્રામિણ વિકાસ પ્રધાન રહ્યા હતા.

મહત્વનું છે કે, તુકારામ દિધોલે તે સમયે શિવસેનાના ધારાસભ્ય હતા.

તેઓ નાસિક જિલ્લા કેન્દ્રીય સહકારી (NDCC) બેન્કના પૂર્વ નિર્દેશક અને નાસિક સહકારી ચીની ફેક્ટ્રીના પૂર્વ અધ્યક્ષ પણ હતા.

ABOUT THE AUTHOR

...view details