નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના વિવાદાસ્પદ પોલીસ અધિકારી દેવિંદરસિંહના 30 દિવસના રિમાન્ડ શુક્રવારે પુરા થયા છેે. જેથી દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટે આગામી 6 મે સુધી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે.
નવેદ બાબુ ઉર્ફે બાબર આઝમ અને તેના સાથીદાર આસિફ અહમદ અને એક સિવિલિયન આતંકવાદીઓ સાથે તેને 11 જાન્યુઆરીએ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગથી પકડવામાં આવ્યા હતા.
દિલ્હી પોલીસના વિશેષ સેલે તેને આ મહિનાની શરૂઆતમાં જમ્મુ-કાશ્મીરની હિરાનગર જેલથી બીજા કેસમાં પૂછપરછ માટે દિલ્હી લવાયો હતો.
અન્ય ત્રણ આરોપીઓ જાવેદ ઇકબાલ, સૈયદ નવીદ મુસ્તાક અને ઇમરાન શફી મીરને પણ ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા છે.
પોલીસે દિલ્હી અને દેશના અન્ય ભાગમાં આતંકી હુમલાની યોજના બનાવી રહ્યા હોવાનો દાવો કર્યા બાદ કોર્ટે અગાઉ શોપિયા જિલ્લામાં હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર મુસ્તાક અને અન્યને પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.
પોલીસના જણાવ્યાં મુજબ, મુસ્તાક વિવિધ ઈન્ટરનેટ પ્લેટફોર્મ દ્વારા સહ આરોપી અને આતંકવાદીઓ સાથે ચેટ કરતો હતો. દિલ્હી પોલીસે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 120 બી (ગુનાહિત કાવતરું) હેઠળ એફઆઈઆર નોંધી હતી.
જેમાં ડી કંપની અને છોટા શકીલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ એફઆઈઆર હેઠળ દેવિંદર સિંહને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો, જોકે તેમાં તેના નામનો ઉલ્લેખ નથી.