- ગુજરાત કેડરના પૂર્વ IAS અધિકારી ભાજપમાં જોડાયા
- ઉત્તરપ્રદેશના લખનૌમાં AK શર્માએ કેસરિયો ખેસ ધારણ કર્યો
- ખુબ જ મહેનત અને સંધર્ષથી હું IAS બન્યો
ખુબ જ મહેનત અને સંધર્ષથી હું IAS બન્યો
લખનઉ :નરેન્દ્ર મોદીના વિશ્વાસુ અને 1988ના ગુજરાત કેડરના પૂર્વ IAS અરવિંદ શર્મા ભાજપમાં જોડાયા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસું પણ માનવામાં આવે છે. AK શર્માની સેવા નિવૃત્તિ આડે હજી દોઢ વર્ષનો સમય બાકી હતો. આ પહેલા તેમણે રાજીનામું આપી દીધું છે. હવે ભાજપમાં સામેલ થયા છે. બધુ જ પ્લાનિંગ દ્વારા થઈ રહ્યું છે.વિધાનસભાની ચૂંટણી માટે હજુ સમય છે. ત્યારે પાર્ટીએ તેમને વિધાનસભામાં મોકલવા જઈ રહી છે.સુત્રોના જણાવ્યા અનુસાર શર્માને સરકારમાં પણ સામેલ કરી શકે છે. તેમજ તેમને નાયબ મુખ્યપ્રધાન બનાવવાની પણ ચર્ચા કરવામાં આવી રહી છે.
ગુજરાત કેડરના પૂર્વ IAS અધિકારી AK શર્મા ભાજપમાં જોડાયા 20 વર્ષ સુધી મોદી સાથે કામ કર્યું
પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે કહ્યું કે, શર્માએ અંદાજે 20 સુધી નરેન્દ્ર મોદી સાથે કામ કર્યું છે. MSME જેવી મહત્વપૂર્ણ વિભાગની પણ જવાબદારી સંભાળી હતી. ભાજપમાં સામેલ થવાથી પાર્ટી મજબુત થશે. પ્રદેશ અને કેન્દ્રના પાર્ટીનું નેતૃત્વ મજબુત બનશે. વિધાનસભાના સભ્ય બનાવવાના સવાલ પર સ્વતંત્ર દેવ સિંહે કહ્યું કે, તેમને પાર્ટીનો ઝંડો પકડ્યો છે. તેઓ તમામ જવાબદારી નિભાવશે.
હું કોઈ રાજકીય દળ સાથે જોડાયેલ નથી
અરવિંદ શર્માએ કહ્યું કે, મોડી રાત્રે મને પાર્ટીમાં જોડાવવાનું કહેવામાં આવ્યું હતુ.મને ખુશી છે કે આ તક મને મળી છે. ખુબ જ મહેનત અને સંધર્ષથી હું IAS બન્યો હતો. હું કોઈ રાજકીય દળ સાથે જોડાયેલ નથી. રાજકીય બ્રેકગાઉન્ડ વગર મને પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યો છે. આવો નિર્ણય ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી જેવા નેતાઓ જ લઈ શકે. પત્રકારોના કોઈ પણ સવાલોનો જવાબ પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ અને શર્માએ આપ્યા નથી. ભાજપના પ્રેદેશ મહામંત્રી ગોવિંદ નારાયણ શુક્લા, જેપીએસ રાઠૌર, પ્રદેશ પ્રવક્તા હરિશ્ચદ્ર શ્રી વાસ્તવ, મીડિયા પ્રભારી મનીષ દીક્ષિત સહિત પાર્ટીના અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા.