INX મીડિયા કૌભાંડમાં બે દિવસનો રાજકીય ડ્રામા
દિલ્હી હાઈકૉર્ટે મંગળવારે બપોરે પી. ચિદમ્બરમની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. ચિદમ્બરમે ન્યાયલય પાસે ત્રણ દિવસનો સમય માંગી ધરપકડ ન કરાય એવું કહ્યું હતું, પરંતુ કૉર્ટમાંથી રાહત પણ ન જ મળી.
હાઈકૉર્ટમાંથી રાહત ન મળતાં પી. ચિદમ્બરમ સુપ્રીમ કૉર્ટના દ્વારે પહોંચ્યા હતા. તેમણે કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી અને સલમાન ખુર્શીદ સાથે મુલાકાત કરી આગળની રણનીતિ પર વિચાર કર્યો. તેમના તરફથી કૉર્ટમાં તત્કાલીન સુનાવણીની માગ કરવામાં આવી, પરંતુ કૉર્ટે તે માટે પણ સ્પષ્ટ ના પાડી દીધી, ત્યારબાદ CBI અને EDએ તેમની ધરપકડની તૈયારીઓ શરૂ કરી લીધી હતી, પરંતુ ચિદમ્બરમ કાયદાકીય ગુંચવણોથી બચવા અને તેનો ઉકેલ મેળવવા માટે માટે પોલીસથી દૂર ભાગી રહ્યાં હતા.
મંગળવારે બપોર પછી તેમની શોધખોળને વેગ મળ્યો. CBIની ટીમ સાંજે ચિદમ્બરમના ઘરે પહોંચી, પરંતુ તેઓ ઘરે ન મળ્યાં. એટલું જ નહીં તેમણે પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો. બાદમાં 10 મિનિટ પછી CBIની ટીમ ત્યાંથી ચાલી ગઈ હતી.
CBIના ખાલી હાથે પરત ફર્યા બાદ સાંજે 7:30 વાગ્યે ઈડીની ટીમ પણ ત્યાં પહોંચી અને ચિદમ્બરમની ધરપકડનો પ્રયત્ન કર્યો, પરંતુ ધરપકડ ન જ થઈ શકી. રાત્રે તપાસ એજન્સીઓએ તેમના ઘરે નોટિસ લગાવી અને બે કલાકમાં હાજર થવા માટે કહ્યું, પરંતુ ચિદમ્બરમે આ નોટિસની અવગણના કરી. બુધવારે સવારે આ ઘટનામાં સુપ્રીમ કૉર્ટે નિર્ણય ન લીધો. આ સાથે જ આગોતરા જામીન પર સુનાવણી ન થઈ, જેથી કૉર્ટે જામીન માટે શુક્રવારનો દિવસ નક્કી કર્યો.
બુધવારે સાંજે અચાનક પી. ચિદમ્બરમ કોંગ્રેસ કાર્યાલયે પહોંચ્યા અને તેમણે પત્રકાર પરિષદ કરી. જેમાં તેઓએ કહ્યું કે, INX મીડિયા કેસમાં તેમના પર કોઈ આક્ષેપ નથી. ચિદમ્બરમે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં તેમના વિશે ઘણાં ભ્રમ ફેલાવવામાં આવ્યા છે. આ ઘટનામાં તેમની અને તેમના પરિવાર વિરૂદ્ઘ કોઈ ચાર્જશીટ નથી. લોકતંત્રનું મૂળ આઝાદી છે. ચિદમ્બરમે કહ્યું કે, જો તેમણે જીંદગી અને આઝાદી વચ્ચે કોઈ એક વસ્તુ પસંદ કરવાની હશે તો તે આઝાદી પસંદ કરશે.
બાદમાં ચિદમ્બરમ પોતાના ઘરે ચાલ્યા ગયા, જેની પાછળ-પાછળ CBIની ટીમ પણ પહોંચી. અહીં ધરપકડ પહેલા ઘણો ડ્રામા ચાલ્યો, ત્યારબાદ સીબીઆઈની ટીમે દિવાલ કૂદીને ચિદમ્બરમની ધરપકડ કરી, ત્યારબાદ સીબીઆઈ હેડક્વાર્ટ્સમાં તેમની પૂછપરછ થઈ, તો ચાલો જાણીએ શું છે સમગ્ર કેસ?