ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સિંધિયાએ પાર્ટી બદલી, હવે જમીન કૌભાંડની થશે તપાસ - જ્યોતિરાદિત્ય સિંધિયા જમીન કૌભાંડ મામલો

જ્યોતિરાદિત્ય સિંધિયાની વિરુદ્ધ 10 હજાર કરોડના કૌભાંડ મામલે EWOએ ફરી એકવાર તપાસ શરૂ કરી છે. આ અંગે વાત કરતાં પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા અને સિંધિયા સમર્થક પંકજ ચતુર્વેદીએ કહ્યું હતું કે, "સિંધિયા વિરુદ્ધ બદલો લેવાના ઈરાદે EWO દ્વારા તપાસ કરાવવામાં આવી રહી છે."

scindia
scindia

By

Published : Mar 13, 2020, 11:39 AM IST

ભોપાલઃ આર્થિક અપરાધ પ્રકોષ્ઠ (Economic Offences Wing)એ જ્યોતિરાદિત્ય સિંધિયાની કથિત જમીન કૌભાંડ મામલે ફરી એકવાર તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, આ મામલો 10 હજાર કરોડ જમીન કૌભાંડનો છે. જેમાં સિંધિયા પર એક જ જમીનને એક કરતાં વધુ વખત વેચવાનો આરોપ છે. વર્ષ 2014માં આ કેસની તપાસ કરવામાં આવી હતી. મધ્યપ્રદેશ પોલીસે આર્થિક અપરાધ શાખાએ ગુરુવારે ફરી એકવાર જ્યોતિરાદિત્ય સિંધિયા વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદના તથ્યોની ચકાસણી કરવાનો નિર્ણય લીધો છે.

ગ્વાલિયરમાં એક ફરિયાદીએ આરોપ કર્યો હતો કે, સિંધિયાએ એક સંપત્તિના દસ્તાવેજોમાં હેરફેર કરીને 6000 ફૂટ જમીનનો ભાગ વેચી નાંખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સિધિંયા ભાજપમાં સામેલ થતાં કોંગ્રેસ સરકાર સંકટમાં મૂકાઈ છે. સિંધિયા સમર્થનમાં રહેલા મોટાભાગના ધારાસભ્યોએ કોંગ્રેસથી બળવો કર્યો છે અને રાજીનામું આપીને રાજભવનને મોકલી દીધા છે. તમામ 19 ધારાસભ્યો હાલમાં બેંગાલુરુમાં રોકાયા હોલાનું સામે આવ્યું છે.

EWOના અધિકારીઓ જણાવ્યું હતું કે, "હાં..સુરેન્દ્ર શ્રીવાસ્તવની ફરિયાદના તથ્યોની એક ફરીથી તપાસ કરવાનો આદેશ કરાયો છે." EWO વધુમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્ર શ્રીવાસ્તવે સિંધિયા અને તેમના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે કે, તેમણે રજિસ્ટ્રી દસ્તાવેજની હેરાફેરી કરી છે અને 2009માં ગ્વાલિયરના મહલગાંવમાં તેમને 6,000 ફૂટ જમીન વેચી દીધી હતી.

EWOની તપાસ પ્રક્રિયા વિશે વાત કરતાં પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા અને સિંધિયા સમર્થક પંકજ ચતુર્વેદીએ કહ્યું હતું કે, "સિંધિયા વિરુદ્ધ બદલો લેવાના ઈરાદે EWO દ્વારા તપાસ કરાવવામાં આવી રહી છે, પરંતુ આ બધાથી કંઈ ઉપજવાનું નથી. અમને બંધારણ પર પૂરેપૂરો વિશ્વાસ છે. અમને ન્યાય ચોક્કસ મળશે અને બદલો લેતી કમલનાથ સરકારને જડબાતોડ જવાબ મળશે."

ABOUT THE AUTHOR

...view details