મહેસાણા જિલ્લામાં વડનગર બાદ હવે સતલાસણા તાલુકાના તારંગા અને નેદરડી ખાતે આવેલ પર્વતોની ગિરિમાળા માંથી પુરાતન વિભાગને બૌદ્ધ ઘર્મના પુરાવો મળી આવ્યા હતા. બૌદ્ધ ધર્મની હયાતી હોવાના પુરાવા જેમા ગુફાઓ ,સ્તૂપ અને પ્રાર્થના ખંડ સાથે ૬ ઠી સદીની બૌદ્ધ પ્રતિમાનું મસ્તક મળી આવ્યું હતું.
મહેસાણાના સતલાસણામાંથી મળ્યા બૌદ્ધ ધર્મના અવશેષો - GujaratiNews
મહેસાણા: પુરાતન વિભાગને મહેસાણા જિલ્લમાં શોધખોળ દરમિયાન વડનગર પાસેથી બૌદ્ધ ધર્મના અવશેષો મળી આવ્યા હતા. જે બાદ હવે વડનગરથી દુર પણ બૌદ્ધ ધર્મના ઐતિહાસિક પુરાવા મળી આવ્યા છે. સતલાસણાના નેદરડી ગામે બુદ્ધ પ્રતિમાનું મસ્તક મળી આવ્યું . જે છઠ્ઠી સદીની બૌદ્ધ પ્રતિમાનું મસ્તક હોવાનો પુરાતન વિભાગ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. બૌદ્ધ પ્રતિમાનું મસ્તક મંદિરના પુજારીને મળ્યું હતું. પુજારીને સ્વપ્ન આવ્યા બાદ જમીન ખોદતા મસ્તક મળી આવ્યું હતું. આ માહીતી પુરાતન વિભાગને મળતા ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. ખોદકામ દરમિયાન તેમને બૌદ્ધની એક પ્રતિમાં મળી આવી હતી.
જિલ્લાની એક નગરી કે જેને ઐતિહાસિક નગરીથી ઓળખવામાં આવે છે એ છે વડનગર અને હા વડનગરની ધરતીના પેટાણમાં સમાયેલો છે અખૂટ ઇતિહીસ, ત્યારે વડનગર માંથી સંશોધન દરમિયાન પુરાતન વિભાગને મળી આવેલા બૌદ્ધ ધર્મના પૌરાણિક પુરાવા બાદ હવે પુરાતન વિભાગે સંશોધનની સીમા લંબાવી છે ત્યારે તારંગામાં પૌરાણિક તારણ ધારણ માતા મંદિર વિસ્તારમાં પર્વતીય વિસ્તારમાં ખોદકામ કરી બૌદ્ધ સ્તૂપ પ્રાર્થના ખંડ અને ગુફાઓ ઉપરાંત સતલાસણાના નેદરડી ગામે થી ૧૫૦૦વર્ષ પ્રાચીન બૌદ્ધ પ્રતિમા મળી આવી હતી. જેને જોતા અહીના વિસ્તારમાં પણ બૌદ્ધ સાથે સંકળાયેલો ઈતિહાસ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે પુરાતન વિભાગની તપાસમાં તે મસ્તક બુદ્ધ ભગવાનની પ્રતિમાનું હોવાનું અને છઠ્ઠી સદીની હોવાનું માનવામાં આવી રહ્યું છે. જે દેવનીમોરી માંથી મળી આવેલ બુદ્ધ પ્રતિમાના સમાન હોય તેના પર વધુ સંશોધન કરવામાં આવી રહ્યું છે.