લખનઉ: મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં આજે મહત્વપૂર્ણ બેઠકમાં મિની લોકડાઉનને લઇને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ઉત્તરપ્રદેશમાં 5 દિવસનો કાર્યકારી ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે. જે અંતર્ગત સોમવારથી શુક્રવાર સુધી કોરોના વાઇરસના નિયંત્રણ માટે મિની લોકડાઉન લાગુ થશે. જેમાં સોમવારથી શુક્રવાર સુધી બધા વિભાગ અને બધા કામો પહેલાંની જેમ થશે.
UPમાં મિની લોકડાઉન, દર અઠવાડિયે શનિ-રવિ લોકડાઉન રહેશે
કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે એક મોટો નિર્ણય લીધો છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં આજે ટીમ 11ની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, હવે ઉત્તરપ્રદેશમાં 5 દિવસ કાર્યકારી ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે. તેમજ શનિવાર અને રવિવારે લોકડાઉન લાગુ કરવામાં આવશે. શનિવારે અને રવિવારે બધી ઓફિસો અને બજારો સંપૂર્ણ બંઘ રહેશે, ત્યારબાદ સોમવારથી શુક્રવાર સુધી તમામ કામગીરી શરૂ થશે.
જો કે, સપ્તાહના શનિવાર અને રવિવારે બધી ઓફિસો અને બજારે સંપૂર્ણ બંઘ રહેશે. જેથી કોરોના વાઇરસના બચાવમાં મોટા પ્રમાણમાં મદદ મળી શકે એમ છે. હવે ઉત્તર પ્રદેશમાં દર અઠવાડિયે આ લોકડાઉન લાગુ કરવામાં આવશે. ઉત્તરપ્રદેશના અતિરિક્ત મુખ્ય સચિવ ગૃહ અને માહિતી અવનિશકુમાર અવસ્થીએ ઇટીવી ભારત સંવાદદાતાને ફોન પર જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સોમવારથી શુક્રવાર સુધી 5 દિવસ કાર્યકારી ફોર્મ્યુલા અમલમાં રહેશે, તેમજ શનિવાર અને રવિવારે સંપૂર્ણ ઓફિસો અને બજારો બંધ રહેશે.
આ ઉપરાંત મુખ્યપ્રધાને ઉત્તરપ્રદેશમાં 3 દિવસથી શરૂ થયેલ સ્વચ્છતા અભિયાનની પણ સમીક્ષા કરી હતી. તેમજ અધિકારીઓને વિશેષ નિર્દશો આપ્યા છે કે, આ કાર્ય સંપૂર્ણ સક્રિયતા સાથે થવું જોઈએ, જેથી કોરોનાનું સંક્રમણ ઝડપથી અટકાવી શકાય.