નવી દિલ્હીઃ કોરોનાને લઇને સમગ્ર દુનિયા એક અભૂતપુર્વ સંકટનો સામનો કરી રહી છે. આ લડાઇમાં ભારતીય સેના પણ પાછી પડી નથી. સોમવારે ઇટીવી ભારત માટે એક વિશેષ સાક્ષાત્કારમાં ભારતના રક્ષા સચિવ ડૉ. અજય કુમારે વિસ્તારથી આ અંગે વાત કરી હતી.
ડૉ. કુમારે કહ્યું કે, રક્ષા મંત્રાલના વિભિન્ન સંગઠનો આ મહામારીન સામે લડવા માટે સરકારના પ્રયાસોનું સમર્થન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ત્રણેય સેનાઓ આમાં સૌથી આગળ છે. સશસ્ત્ર બળ ચિકિત્સા સેવા આપવા માટે સર્વોતમ ભુમિકા નિભાવી રહ્યા છે. તે પછી શંકાસ્પદોને આઇસોલેટ કરવાની વાત હોય કે ક્વોરન્ટાઇન કરવાની. હોસ્પિટલમાં દર્દીઓ માટે બેડની વ્યવ્થા કરવાની વાત હોય કે પછી અન્ય સુવિધાઓ પુરી પાડવાની.
રક્ષા સચિવે કહ્યું કે, DRDO કેટલીય નવીનતમ ટેક્નિક્સ અને સમાધાનોની સાથે આવ્યા છે. તેનું તેજીથી નિર્માણ થઇ રહ્યું છે. આ ઉપયોગકર્તાઓ માટે ઉપલબ્ધ છે. ઑર્ડિનેન્સ ફેક્ટરી બોર્ડ, ભારત ઇલેક્ટ્રિક્સ લિમિટેડ અને અન્ય રક્ષા સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓ પણ પોતાના વિનિર્માણ સુવિધાઓને પરિવર્તિત કરી રહી છે, તેથી માસ્ક, પીપીઇ અને વેન્ટિલેટર અને સેનિટાઇઝર તથા કોવિડ 19 સંબંધિત આવશ્યક્તાઓનું ઉત્પાદન વધારી શકાય.
તેમણે કહ્યું કે, તે માસ્ક ઉપરાંત NCC અને સેનાના રિટાયર સર્વિસમેન સ્વેત્છાએ સેવા કરવા માટે આગળ આવ્યા છે. હું નિશ્ચિંતતાની સાથે કંઇ કહી શકું નહીં, પરંતુ આ મહામારી સામે આપણી લડાઇ શરુ છે અને બધા મળીને તેની સામે જરુરથી જીત હાંસિલ કરીશું.
ચિકિત્સા ઉપકરણો, વિશેષ રુપે વેન્ટિલેટર (જીવન રક્ષક ઉપકરણ) ને હાંસલ કરવા માટે દુનિયાના દેશો વચ્ચે રેસ લાગી છે. ભારત પણ આ અછતનો સામનો કરી રહ્યો છે. અહીં પણ રક્ષા વિભાગ મહત્વપૂર્ણ ભુમિકા ભજવી રહ્યો છે. ડૉ. કુમારે કહ્યું કે, BELના ઉત્પાદન માટે 30,000 વેન્ટિલેટરનો ઓર્ડર આપવામાં આવ્યો છે. તેની ક્ષમતા વધી રહી છે. જૂન 2020 સુધીમાં તેમની પાસે પ્રતિદિન 500 વેન્ટિલેટર આપવાની ક્ષમતા હશે. 500 વેન્ટિલેટરનું એક દિવસનું ઉત્પાદન એક મહીનામાં 15,000 ટૂકડા સુધી કામ કરવાનું છે.