ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશના દરેક નાગરિકને કોરોનાની રસી મફતમાં મળશેઃ કેન્દ્રિય પ્રધાન પ્રતાપ સારંગી

ભાજપે જ્યારથી બિહાર ચૂંટણીમાં પોતાના ઘોષણા પત્રમાં જાહેરાત કરી છે કે બિહારના તમામ નાગરિકોને કોરોનાની રસી મફતમાં મળશે, ત્યારથી વિપક્ષો ભાજપ પર તૂટી પડ્યા છે. આવામાં કેન્દ્ર સરકાર તરફથી એક ખુશીના સમાચાર આવ્યા છે. કેન્દ્રિય પ્રધાન પ્રતાપ સારંગીએ કહ્યું કે, દેશના તમામ નાગરિકોને કોવિડ-19ની રસી મફતમાં આપવામાં આવશે. પ્રતાપ સારંગીએ બાલાસોરમાં એક ચૂંટણી સભા સંબોધતા વખતે આ જાહેરાત કરી હતી.

By

Published : Oct 26, 2020, 2:10 PM IST

દેશના દરેક નાગરિકને કોરોનાની રસી મફતમાં મળશેઃ કેન્દ્રિય પ્રધાન પ્રતાપ સારંગી
દેશના દરેક નાગરિકને કોરોનાની રસી મફતમાં મળશેઃ કેન્દ્રિય પ્રધાન પ્રતાપ સારંગી

  • દેશના દરેક નાગરિક માટે કોરોનાની રસી નિઃશુલ્ક
  • કેન્દ્રિય પ્રધાન પ્રતાપ સારંગીએ ચૂંટણી સભામાં કરી જાહેરાત
  • ભાજપે બિહાર ચૂંટણીના ઘોષણાપત્રમાં બિહાર માટે કરી હતી જાહેરાત

ભૂવનેશ્વરઃ કેન્દ્રિય પ્રધાન પ્રતાપ સારંગીએ કહ્યું, દેશના તમામ નાગરિકોને કોવિડ-19ની રસી મફતમાં આપવામાં આવશે. પ્રતાપ સારંગી બાલાસોર એક ચૂંટણી સભા સંબોધવા પહોંચ્યા હતા. અહીં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં આ જાહેરાત કરી હતી. ભાજપ દ્વારા બિહારના લોકોને કોવિડ-19ની રસી મફત આપવાની જાહેરાત બાદ વિપક્ષી પાર્ટીઓએ રાજકીય લાભ માટે આ મુદ્દાનો ઉપયોગ કર્યો હતો.

તમામ લોકો સુધી કોરોનાની રસી પહોંચાડવાનો વડાપ્રધાનનો દાવો

બાલાસોરમાં 3 નવેમ્બરે થવા જઈ રહેલી પેટા ચૂંટણી માટે એક સભા સંબોધન કર્યા બાદ સારંગીએ પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોષણા કરી છે કે, દેશના તમામ નાગરિકોને કોવિડ-19ની રસી નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. દરેક વ્યક્તિનું રસીકરણ પર લગભગ રૂપિયા 500 જેટલો ખર્ચ થશે. આની પહેલા, દિવસમાં ઓડિશા સરકારના પ્રધાન આર.પી. સ્વૈને કેન્દ્રિય પ્રધાન ધર્મેન્દ્રપ્રધાન અને પ્રતાપ સારંગી પર પ્રહાર કરતા કોવિડ-19ની રસી મામલે જવાબ માગ્યો હતો. ત્યારબાદ સારંગીએ આ જાહેરાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details