નવી દિલ્હીઃ તાજેતરમાં મોદી સરકારે બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ કર્યું છે. દેશ અને સમગ્ર વિશ્વ જ્યારે કોરોના વાઈસર સામે ઝઝૂમી રહ્યું છે. કોરોના વાઈરસના પોઝિટિવ કેસો ભારતમાં સતત વધી રહ્યા છે. આ બાબતે કોગ્રેસ નેતા કપિલ સિબ્બલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરી પર કટાક્ષ કરતા જણાવ્યું કે, બાહુબલી વડાપ્રધાન પણ કોરોના વાઈરસને રોકી શક્યા નહી અને તેમને દેશને વધુ ગંભીર પરિસ્થિતિમાં ધકેલી દીઘો છે.
બાહુબલી વડાપ્રધાન પણ કોરોના વાઇરસના રોગચાળાને અટકાવવા અસક્ષમઃ કપિલ સિબ્બલ
કોરોના વાઇરસના ફેલાવાને રોકવા બાબતે કપિલ સિબ્બલે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે, બાહુબલી વડાપ્રધાન પણ કોરોના વાઈરસના રોગચાળાને અટકાવી શક્યા નહીં.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ કેર્સમાંથી કેટલા રૂપિયા મજૂરો માટે વાપર્યા તેના આંકડા જાહેર કરે. સરકાર પાસે મજૂરોના આંકડા પણ નથી. સરકાર પાસે માત્ર એટલી જ માહિતી છે કે, 28 લાખ લોકોને મદદ કરવામાં આવી છે.
સિબ્બલે મોદી સરકાર પર વાક પ્રહારો કરતા કહ્યું કે, 24 માર્ચ પહેલા સરકાર પહેલા ભેદભાવના રાજકારણમાં રચ્યું પચ્યું હતું. બાદમાં કોરોના વાઇરસના કારણે બધું બદલાઈ ગયું. હવે સરકારને સમજાતું નથી કે, દેશ કઈ રીતે ચલાવવો. દેશના નામે લખેલો પત્ર પણ એક નર્યું અસત્ય છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ ભાજપ સરકારના બીજા કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થયા બાદ દેશના નામે એક પત્ર લખ્યો હતો.