ગુજરાત

gujarat

ETV Bharat / bharat

EU ના સાંસદો કાશ્મીર  પહોંચ્યા, ગવર્નર સાથે કરશે મુલાકાત

નવી દિલ્હી: આર્ટિકલ 370 હટાવ્યા બાદ યુરોપીય યુનિયન (ઇયૂ)ના સાંસદોનું પ્રતિનિધિમંડળ આજે કાશ્મીરના પ્રવાસે છે. જેને લઇને કોંગ્રેસ તેનો વિરોધ કરી રહી છે. તેમણે વિદેશી નેતાઓના પ્રવાસને ભારતીય સંસદ અને સાંસદોના વિશેષ અધિકારોનો દુરઉપયોગ જણાવ્યો છે.

By

Published : Oct 29, 2019, 10:00 AM IST

Updated : Oct 29, 2019, 1:27 PM IST

ાૈાૈ

EU ના સાંસદો કાશ્મીર પહોંચી ગયા છે. જયાં તે ગવર્નર સાથે મુલાકાત કરશે. આ અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ભારતીય સાંસદોને રોકવા અને વિદેશી નેતાઓને કશ્મીર જવાની પરવાનગી આપવા પાછળ કઈંક ખીચડી રંધાઈ રહી છે. વિદેશી સાંસદોએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી.

સંસદમાં આ મુદ્દે થઈ શકે છે હંગામો

નવેમ્બર મહિનામાં સંસદનુ શિયાળુ સત્ર ચાલુ થાય છે. કલમ 370 હટાવ્યા બાદ આ પહેલું સત્ર છે. કોંગેસ નેતા આનંદ શર્માંએ કહ્યું કે EU ના સાંસદોને કાશ્મીર જવાની પરવાનગી આપવાનો મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે વિદેશી સાંસદોને કાશ્મીર જવાની પરવાનગી આપવી અને ભારતના સાંસદોને ઘાટી પણ જવા ન દેવા, ભારતની સંસદનુ અપમાન છે. કોંગ્રેસ સિવાય પણ બીજી અન્ય પાર્ટીએ પર આ મુદ્દે સવાલ ઉભા કર્યા છે.

Last Updated : Oct 29, 2019, 1:27 PM IST

ABOUT THE AUTHOR

...view details