ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિદેશી સાંસદોની પ્રેસ કોન્ફરન્સ, ભારતીય રાજનીતિમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ ઈરાદો નથી - જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે આવેલા યુરોપીય સાંસદોએ બુધવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. આ ડેલીગેશન તરફથી જણાવવામાં આવ્યું હતું કે, ભારત એક શાંતિપ્રિય દેશ છે, અને કાશ્મીરના લોકોમાં ઘણી આશા અને ઉમ્મીદો જોવા મળી રહી છે.

eu mp in shrinagar

By

Published : Oct 30, 2019, 1:28 PM IST

આ પ્રેસ કોન્ફરન્સમાં EU સાંસદોએ જણાવ્યું હતું કે, અમારા પ્રવાસને રાજકીય ચશ્માથી જોવામાં આવી રહ્યો છે, જે યોગ્ય નથી. અમે ફ્કત અહીંની પરિસ્થિતીને જાણવા આવ્યા છીએ. 370 કલમ એ ભારતનો આંતરિક મામલો છે. જેને લઈ ભારત અને પાકિસ્તાને એકબીજા સાથે વાત કરવી જોઈએ.

કાશ્મીરમાં આવેલા વિદેશી સાંસદોની પ્રતિક્રિયા

વિરોધીઓને વિદેશી સાંસદોનો જવાબ

આ પ્રેસ કોન્ફરન્સમાં ઈયુ સાંસદોએ વિરોધીઓને જવાબ આપતા જણાવ્યું હતું કે, અમે નાઝી લવર્સ નથી, જો અમે હોત તો અમને ક્યારે ચૂંટવામાં આવ્યા ન હોત. તેમણે આ શબ્દ પ્રયોગ પર વાંધો ઉઠાવ્યો હતો. જણાવી દઈએ કે, સાંસદ અસદ્દુદીન ઓવૈસીએ ઈયુ સાંસદોની તુલના નાઝી લવર્સ સાથે કરી તેમના પર પ્રહારો કર્યા હતા.

આતંકવાદના વિરોધમાં ભારતી પડખે
આ સાંસદોએ આતંકવાદના મુદ્દે જણાવ્યુંહ હતું કે, આતંક વિરોધી લડાઈમાં અમે ભારતની સાથે છીએ.આતંકવાદનો મુદ્દો યુરોપ માટે ઘણો મહત્ત્વપૂર્ણ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અહીંનો રિપોર્ટ તેઓ યુરોપ સંસદમાં જમા નહીં કરાવે.

વિદેશી સાંસદો પર ઓવૈસીની પ્રતિક્રિયા

370ને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો
કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની ઘટનાને વિદેશી સાંસદોએ આંતરિક મુદ્દો ગણાવ્યો છે. જો ભારત અને પાકિસ્તાનને શાંતિ જોઈએ છે, તો એક બીજા સાથે વાત કરવી પડશે. ઘાટી વિશે વાત કરતા જણાવ્યું કે, અમે ત્યાં વધુ સમય રોકાઈ શક્યા નથી, ન તો અમે ત્યાં વધુ લોકોને મળી શક્યા છીએ. ટૂંકા સમય માટે પણ ત્યાં જવાનું સારુ લાગ્યું.

ઉલ્લેખનીય છે કે, મંગળવારના રોજ જમ્મુ કાશ્મીરમાં યુરોપના 23 સાંસદો શ્રીનગર પહોંચ્યા છે. અહીં આ નેતાઓએ સ્થાનિક નેતા, અધિકારી અને સરપંચ સહિત સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી. ઉપરાંત આ સાંસદો શ્રીનગરના પ્રખ્યાત ડલ ઝીલમાં પણ ગયા હતા.

શ્રીનગર જતાં પહેલા આ વિદેશી સાંસદોએ નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદી, તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં જમ્મુ કાશ્મીરની પરિસ્થિતી પર ચર્ચા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details