અયોધ્યા: ગણેશ પૂજનની સાથે શ્રીરામ જન્મભૂમિ પૂજનની પ્રકિયા શરુ થઈ છે. મુખ્ય અનુષ્ઠાન પહેલા હનુમાનગઢી પર નિશાન પૂજન અને રામર્ચા પૂજા ખુબ ખાસ હોય છે. ભગવાન રામનું જન્મસ્થળ પર સવારે 9 કલાકથી શરુ થઈ રહેલી રામર્ચા પૂજા 4 કલાક ચાલશે. વૈદિક રીતિ-રિવાજ અનુસાર 6 પૂજારી અનુષ્ઠાન કરાવશે.
રામ મંદિર અનુષ્ઠાન કરાવનારા સંત રામાનંદ દાસ સાથે ETVની ખાસ વાતચીત, જુઓ વીડિયો
ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લામાં રામ મંદિર ભૂમિ પૂજનને લઈ જોરશોરથી તૈયારીઓ ચાલુ છે. મુખ્ય અનુષ્ઠાન પહેલા હનુમાનગઢી પર નિશાન પૂજન અને રામર્ચા પૂજા ખુબ ખાસ હોય છે. જેને લઈ ઈટીવી ભારતે અનુષ્ઠાન કરાવનાર અયોધ્યાના સંત રામાનંદ દાસ સાથે ખાસ વાતચીત કરી હતી.
રામ મંદિર નિર્માણને લઈ ત્રણ દિવસ સુધી ચાલનાર ભૂમિ પૂજનના અનુષ્ઠાનનું શ્રીગણેશ થઈ ચૂક્યા છે. બીજા દિવસે અનુષ્ઠાન હનુમાનગઢી પર નિશાન પૂજનની સાથે શરુ થઈ ચૂક્યું છે. આ સાથે ભગવાન રામના જન્મસ્થળ પર અંદાજે 4 કલાક સુધી રામર્ચા પૂજા કરવામાં આવશે. ભૂમિ પૂજનના અનુષ્ઠાનમાં આ પૂજા કાર્યકમ છે. જેના દ્વારા ભગવાન રામની સાથે દેવી-દેવતાઓ પૂજન-અર્ચન કરવામાં આવશે. રામર્ચા પૂજા એટલા માટે ખાસ છે.
ઈટીવી ભારતે અનુષ્ઠાન કરાવનારા અયોધ્યાના સંત રામાનંદ દાસ સાથે વાતચીત કરી હતી. જેમાં રામાનંદ દાસે જણાવ્યું કે, અયોધ્યાના પ્રમુખ સંત રહેલા શ્રીરામ વલ્લભાશરણ જી મહારાજે અયોધ્યામાં રામર્ચા પૂજાને પ્રક્ટ કરી છે. શ્રી રામ વલ્લભાશરણ જી મહારાજ અયોધ્યાના પ્રમુખ શ્રી રામ વલ્લભાકુંજના પ્રતિષ્ઠાપક રહ્યાં, રામર્ચા પૂજા પ્રકટ કરનાર સંતના શિષ્ય રામાનંદ દાસ રામર્ચા પૂજાનું અનુષ્ઠાન સંપન્ન કરાવી રહ્યાં છે.