નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ટિહરી ગઢવાલના નિવાસી કમલેશ ભટ્ટનો મૃતદેહ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેના પરિવારે પ્રાપ્ત કર્યો છે. તમને જણાવીએ તો કમલનેશનો મૃતદેહ ઇમિગ્રેશ સંબંધી અમુક કારણોને લીધે તેને પરત અબુધાબી લઇ જવામાં આવ્યો હતો. કમલેશ અબુધાબીમાં નોકરી કરતો હતો અને હાર્ટ એટેકને કારણે તેનું મોત થયું છે.
મહત્વનું છે કે, કમલેશ ભટ્ટનું મોત હાર્ટ એટેકથી 17 એપ્રિલે થયું હતું. તેનો મૃતદેહ દિલ્હી એરપોર્ટ સુધી પહોંચ્યો હતો, પરંતુ ઇમિગ્રેશનની સમસ્યાને કારણે ફરીથી અબુધાબી મોકલવામાં આવ્યો હતો.
ઉત્તરાખંડના ટિહરી ગઢવાલના નિવાસી કમલેશ ભટ્ટના નાના ભાઇ વિમલેશ ભટ્ટે તેનો મૃતદેહ મેળવ્યો છે. ઇટીવી ભારત સાથે વાતચીતમાં કહ્યું કે, ગત્ત દિવસોમાં જે કંઇ થયું તે ભારત સરકાર માટે શર્મનાક હતું. ગૃહ મંત્રાલયની વચ્ચે સમન્વય નથી તે આના પરથી સાબિત થાય છે.
તેમણે ઇટીવી ભારતનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, 'મને ઇટીવી ભારત અને અન્ય મીડિયા પ્લેટફોર્મ્સનો સહયોગ મળવાને કારણે મારા ભાઇનો મૃતદેહ પરસ મળ્યો છે.'
આ મીડિયા જ છે, જેમણે આ મામલાને સરકારની સામે લાવ્યો છે. મને આશા છે કે, ઇટીવી ભારત પોતાના ગ્રાઉન્ડ સ્તરની પત્રકારિતા કરતું રહેશે જેથી સામાન્ય નાગરિકોનો અવાજ સરકાર સુધી પહોંચે.