ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મૃત્યુ બાદ 11 દિવસે જોર્ડનથી દિલ્હી લાવાયો મૃતદેહ, પુત્રએ કહ્યું- આભાર ઈટીવી ભારત - નવલ કિશોર રાજપૂત જોર્ડન

જોર્ડનમાં હાર્ટ એટેકના કારણે ગ્વાલિયરના વ્યક્તિના મૃત્યુ બાદ તેના મૃતદેહને શુક્રવારે ભારત પરત લાવવામાં આવશે. આ વ્યક્તિનું 12 દિવસ પહેલા મોત થયું હતું. જોર્ડનમાં ભારતીય દૂતાવાસે આ માહિતી મૃતકના પુત્રને આપી છે. આ બાબતે પુત્રએ ઈટીવી ભારતનો આભાર માન્યો હતો.

આભાર ઈટીવી ભારત
આભાર ઈટીવી ભારત

By

Published : May 22, 2020, 11:28 AM IST

મધ્ય પ્રદેશ: જોર્ડનમાં હાર્ટ એટેકના કારણે ગ્વાલિયરના વ્યક્તિની મૃત્યુ થયું હતું. જે બાદ તેના મૃતદેહને શુક્રવારે ભારત પરત લાવવામાં આવશે, આ વ્યક્તિનું 12 દિવસ પહેલા આવસાન થયું હતું. જોર્ડનમાંહાર્ટ એટેક મૃતકના પુત્રને આ બાબતે માહિતી આપી હતી.

મૃતદેહને જોર્ડનથી દિલ્હીની ફ્લાઈટ દ્વારા લાવવામાં આવશે. ત્યાંથી તેમનો પરિવાર મૃતદેહને એમ્બ્યુલન્સ દ્વારા ગ્વાલિયર લઈ જશે, જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગ્વાલિયરમાં શિંદેની છાવણીમાં રહેતા નવલ કિશોર રાજપૂત જોર્ડનની એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા, પરંતુ તેમનું 10 મેના રોજ હાર્ટ એટેકથી જોર્ડનમાં અવસાન થયું હતું.

તેમના મૃત્યુ બાદ નવલ કિશોરનો મૃતદેહ ભારત લાવવામાં મુશ્કેલી પડી રહી હતી. જે બાદ તેમની કોઈ મદદ કરશે તેવી આશાએ તેમનો પરિવાર સરકારી કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા હતા.

ઈટીવી ભારતે આ સમાચારને હેડલાઈન બનાવ્યા બાદ મૃતદેહને ભારતમાં લાવવા જિલ્લા વહીવટી તંત્રે વિદેશ મંત્રાલય સાથે વાતચીત કરી હતી. તેમજ આ બાબતે મેઈલ દ્વારા લેખિત માહિતી આપી હતી. 11 દિવસ બાદ દૂતાવાસે મૃતકના પુત્રને ફોન પર જાણ કરી છે કે, તેના પિતાનો મૃતદેહ શુક્રવારે ભારત આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details