ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ETV Impact: કેરળના CMએ કહ્યું- કુર્ગમાં ફસાયેલા મજૂરને પરત લાવશે - evt-bharat-news-impacted

ઇટીવી ભારતે લોકડાઉનને કારણે કર્ણાટકમાં ફસાયેલા કેરળના કેટલાક મજૂરો અંગે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેમાં મજૂરો કેટલીય સમસ્યાઓ પડી રહી છે. એનો ઉલ્લેખ હતો. જે બાદ કેરળના મુખ્યપ્રધાને ફસાયેલા મજૂરોને તાત્કાલિક પરત લાવવાનો આદેશ આપ્યો છે. વિગતવાર વાંચો...

ETV Bharat impact
ETV Impact: કેરળના CMએ કહ્યું- કુર્ગમાં ફસાયેલા મજૂરને પરત લાવશે

By

Published : Apr 28, 2020, 6:51 PM IST

તિરુવનંતપુરમ: લોકડાઉનને કારણે કર્ણાટકમાં ફસાયેલા કેરળના કુર્ગ જિલ્લામાં ફસાયેલા ખેતમજૂરોને ઘરે પાછા લાવવામાં આવશે, કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયન સોમવારે સાંજે પ્રેસ મીટીંગમાં બોલાવ્યા બાદ આ વિશે વાત કરી હતી. રવિવારે ઇટીવી ભારતે કુર્ગના ગામોમાં ફસાયેલા ખેતમજૂરોની દુર્દશા અંગે સૌ પ્રથમ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો અને સરકાર પાસેથી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી હતી. જો કે, હવે મુખ્યપ્રધાને પ્રેસને સંબોધન કરતાં કહ્યું કે, મજૂરોની સમસ્યાઓ દૂર કરવા અને તેમને ઘરે પરત લાવવા તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હવે આ મજૂરોને તબક્કાવાર કેરળમાં પાછા લાવવામાં આવશે.

કેરળના વાયનાડ, કન્નુર અને મલપ્પુરમ જિલ્લાના ઘણા ખેત-મજૂરો છે, જે કર્ણાટકના દૂરના ગામોમાં ખાસ કરીને કુર્ગમાં ફસાયેલા છે. આ આદિવાસી લોકો ખેતીના કાર્ય માટે ગયા પછી ત્યાં અટવાઈ ગયા છે. જેમાંથી ઘણા પાસે ખાદ્યચીજોથી સમાપ્ત થઈ ગઈ છે અને કેટલાક ખરીદી શકતા પણ નથી. ખોરાક અને દવાઓ માટે પણ સંઘર્ષ કરી રહ્યાં છે.

રવિવારે ઇટીવીએ કર્ણાટકના કુર્ગ જિલ્લામાં ખેડૂતો અને ખેતમજૂરોની વેદનાની જાણી આ સમાચાર પ્રકાશિત કર્યા હતાં. આ અહેવાલની અસર થઈ અને સરકારે દખલ કરી મજૂરોને કેરળમાં પરત લાવવાનાં પગલાં શરૂ કરી દીધા છે. કેરળના પરિવહન પ્રધાન કે.કે. સસેન્દ્રને અગાઉ મીડિયાને જાણ કરી હતી કે, આ મામલે વ્યવસ્થા ઉભી કરવાનું કહેવામાં આવ્યું છે. સોમવારે સવારે વાયનાડ જિલ્લા કલેક્ટર અધિલા અબ્દુલ્લાએ કહ્યું કે, મુખ્યપ્રધાને ફસાયેલા ખેતમજૂરોને કેરળમાં પરત લાવવા જરૂરી પગલાં લેવા સૂચના આપી છે. જે પછી અમે ધારાસભ્યો સાથે આ મુદ્દે ચર્ચા કરવા બેઠક યોજી હતી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details