એક પ્લેટફોર્મ, 13 ભાષા
ETV Bharat હિન્દી, ગુજરાતી, ઉર્દૂ, તેલૂગૂ, તમિલ, કન્નડ, મલયાલમ, મરાઠી, બંગાળી, પંજાબી, અસમિયા, ઓડિયા અને અંગ્રેજી સહિતની 13 મુખ્ય ભારતીય ભાષાની સામગ્રી ઉપલબ્ધ કરાવે છે. IBC એ ઈટીવી ભારતને ડીઝીટલ ન્યૂઝ રુમ માટે માન્યતા પણ આપી છે.
ઈટીવી ભારત IBC 2019 ઈનોવેશન એવોર્ડથી સન્માનિત 5000 મોબાઈલ જર્નાલિસ્ટ
આ એક વ્યાપક ડિઝિટલ પ્લેટફોર્મ છે. જે સમગ્ર દેશમાં 5 હજાર મોબાઈલ જર્નાલિસ્ટના નેટવર્ક સાથે કરી રહી રહ્યું છે, સાથે જ આ હાઈપર લોકલ કંન્ટેટ સાથે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા સમાચાર ઉપલબ્ધ કરાવે છે.
દર પાંચ મિનિટે લાઈવ બૂલેટિન
ઈટીવી ભારત ન્યૂઝ ટાઈમ-દર પાંચ મિનિટે એક લાઈવ બૂલેટિન પ્રસ્તૃત કરે છે, સાથે સમાચારોને સૌથી ઝડપી અપડેટ પણ આપે છે. તમામ લોકોને સાથે રાખી ચાલતા આ ડિઝિટલ પ્લેટફોર્મમાં રાજકારણ, સામાજીક, કૃષિ, શિક્ષણ, સ્વાસ્થ્ય સહિતના તમામ મુદ્દાઓને કેન્દ્રસ્થ કરાય છે, સાથે જ રમત-ગમત, વ્યાપાર તથા મનોરંજનની ખબરોને પણ મહત્વનું સ્થાન આપવામાં આવે છે.
વેલ ઈંટીગ્રેટેડ ટેક્નોલોજી પાર્ટનર
આ તમામ ઉપરાંત ઈટીવી ભારત પોતાના ટેક્નોલોજી પાર્ટનર્સ એવકો, સરન્યૂ ટેક્નોલોજી, રોબોસોફ્ટ ટેક્નોલોજી, હાર્મોનિક્સ સાથે જોડાયેલું છે.
ઑન ડિમાન્ડ વ્યૂઅરશિપ
ઈટીવી ભારત ઑન ડિમાન્ડ વ્યૂઅરશિપના આધારે કામ કરી રહ્યું છે. આ વાતને ધ્યાને રાખી ઈટીવી ભારત મોબાઈલ ફોન અને ટેબ્લેટના માધ્યમથી કન્ટેટ આપે છે.
21 માર્ચ 2019ના રોજ લોન્ચ થયું હતું
રામોજી ફિલ્મ સિટી, હૈદરાબાદ સ્થિત ઈટીવી ભારત દેશનું પ્રતિષ્ઠિત ડિઝિટલ મીડિયા પ્લેટફોર્મમાંનું એક છે. આ શાનદાર ઈન્ફોટેનમેન્ટ 21 માર્ચ 2019ના રોજ લોન્ચ થયું હતું.
પ્રમાણિક તથા નિષ્પક્ષ સમાચાર માટે પ્રસિદ્ધ
ઈનાડૂ, તેલુગૂ ભાષાનું એક પ્રમુખ અખબાર છે, જેનું પ્રકાશન રામોજી ગ્રુપ કરી રહ્યું છે. આ સૌથી વધુ ફેલાવો ધરાવતું તેલૂગુ દૈનિક છે. ઈનાડુ ટેલીવિઝન (ઈટીવી) સૌથી વિશ્વસનીય મીડિયા હાઉસ છે, જે પ્રમાણિકતા તથા નિષ્પક્ષતાથી સમાચાર આપી રહ્યું છે.