પાવેલ પોટુજાક કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી છે. તેમની સાથે સેલ્સ વિભાગના ઉપાધ્યક્ષ કુલવિંદ સિંહ પણ ઉપસ્થિત હતા, જેમની પાસે એશિયાના વિવિધ દેશોનો પ્રભાર છે.
ઈટીવી ભારતના ચેરમેન રામોજી રાવને IBC 2019 ઈનોવેશન એવોર્ડ સુપ્રત ઈન્ટરનેશનલ કંપની એવકોની શરુઆત 1992માં થઈ હતી. જે ETV ભારતને ટેક્નીકલ સપોર્ટ આપે છે. આ કંપની સ્ટૂડિયો પ્રોડક્શન ઑટોમેશન, માસ્ટર કંટ્રોલ ઑટોમેશન અને ઈંટીગ્રેટેડ ચેનલ પ્લેઆઉટ અને ડિઝાઈનનું કામ કરે છે.
15 સપ્ટેમ્બરે નેધરલેંડની રાજધાનીમાં યોજાયેલા પુરસ્કાર સમારોહમાં પાવેલે કહ્યુ હતું કે, 'એક સ્વતંત્ર ઑટોમેશન પ્રોવાઈડર તરીકે ઈટીવી ભારત પહેલી સંસ્થા છે. જેથી આ એવોર્ડનો જીતવો અમારા માટે મોટી ઉપલબ્ધિ છે'
ETV ભારત બીજા માધ્યમો કરતાં અલગ કેમ.....
- એક પ્લેટફોર્મ પર મુખ્ય 13 ભારતીય ભાષાઓમાં સમાચાર આપતું માધ્યમ છે.
- ઝડપી અપડેટ સાથે પાંચ-પાંચ મીનિટે લાઈવ બુલેટિન આપે છે.
- રાજકીય. સામાજિક, કૃષિ, આરોગ્ય, રમતગમત, મનોરંજન સહિત તમામ વિષયોને આવરી લેતા સમાચારની રજૂઆત કરે છે.
- ETV ભારત ટેક્નોલોજી પાર્ટનર્સ એવકો, સરન્યુ ટેક્નોલોજી, રોબોસોફ્ટ ટેક્નોલોજી, હાર્મોનિક્સ સાથે જોડાયેલી વેલ ઈંટીગ્રેટેડ ટેક્નોલોજી ધરાવે છે.
- ETV ભારત ઓન ડિમાન્ડ વ્યુઅરશિપ પર આધારિત છે. જે મોબાઈલ ફોન અને ટેબ્લેટના આધારે સમાચાર પહોંચાડે છે.
- ETV ભારત 21 માર્ચ 2019ના દિવસે હૈદરાબાદ સ્થિત રામોજી ફિલ્મ સિટી સ્થિત હેડક્વાર્ટરમાં લોન્ચ થયું હતું.
રામોજી ગ્રુપ અને ETV ભારતના ચેરમેન રામોજી રાવને આ પહેલા 2016માં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે પદ્મવિભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ સત્કાર તેમને સાહિત્ય, શિક્ષા અને પત્રકારત્વના ક્ષેત્રમાં વિશેષ યોગદાન બદલ અપાયું હતુ. ETV ભારત સાથે તેઓ તેલુગુ ભાષાનું લીડિંગ ન્યૂઝપેપર 'ઈનાડુ' પણ ચલાવે છે. ઈનાડુ ટેલિવિઝન તેની પ્રામાણિકતા અને નિષ્પક્ષ સમાચાર માટે વિશ્વસનીય તેમજ પ્રસિદ્વ છે.