ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગણપતિ બાપા મોરિયાનો નાદ વિદેશમાં ગુંજ્યો, અમેરિકાના ટેક્સાસમાં ગણપતિ સ્થાપના

વલસાડ: હાલ સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ધુમ છે, ત્યારે બાપા માત્ર ભારતમાં જ નહીં પણ અમેરિકામાં પણ ગણપતિ બાપા મોરિયાના નાદ સાંભળવા મળી રહ્યો છે. અમેરીકા ટેક્સાસ શહેરમાં આવેલા ડલાસ ખાતે હિન્દૂ મંદિરમાં અહીં સ્થાયી થયેલા હિંદુઓ દ્વારા 11 દિવસના ગણેશજીની ભક્તિભાવ પૂર્વક સ્થાપના કરવામાં આવી છે. જ્યાં દરરોજ આરતી પૂજા સાથે અનેક ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઝૂમી રહ્યા છે.

America

By

Published : Sep 8, 2019, 5:01 PM IST

'જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં વસે સદાકાળ' ગુજરાત ગણેશ ઉત્સવ માત્ર હવે ભારત પૂરતો સીમિત નથી રહ્યો, બાપા હવે અમેરિકામાં પણ બિરાજમાન છે. અમેરિકાના ટેક્સાસ શહેરમાં આવેલા ડલાસના હિન્દૂ મંદિરમાં ત્યાં વસતા હિંદુઓ દ્વારા 11 દિવસના ગણેશજીની સ્થપના કરવામાં આવી છે. સાથે સાથે ભક્તિભાવપુર્વક તેમનું પૂજન તો થાય છે આ ઉપરાંત આરતી, પૂજા અને ગરબા લેઝીમ તો નાસિક ઢોલ પણ અહીં વાગે છે.

ગણપતિ બાપા મોરિયાનો નાદ વિદેશમાં ગુંજ્યો

અહીં જોતા તમને એમ નહીં લાગે કે તમે અમેરીકામાં છો, અહીં રોજ સાંજે આરતી બાદ ગરબા લેઝીમ સહિત વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાં અમેરિકામાં વસવાટ કરતા હિંદુઓ જોડાઈ રહ્યા છે, ત્યાં વસવાટ કરતા સ્થાનિક રિતેશભાઈ ભરતભાઇ પટેલે જણાવ્યું કે, ભારતીય પરંપરા મુજબ જ 11 દિવસના ગણેશજીનું સ્થાપન ભક્તિભાવ પૂર્વક કરવામાં આવ્યું છે. લોકો ઉત્સાહ ભેર આ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લે છે હાલ ડલાસનું હિન્દૂ મંદિર લોકોમાં આસ્થા અને આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details