ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદી Vs મનમોહન: ચૂંટણી પહેલા EPF મુદ્દે બંનેનો માસ્ટરસ્ટ્રોક - EPF

નવી દિલ્હી: કોઈપણ નોકરીયાત માટે તેમના પ્રોવિડન્ટ ફંડ (પીએફ)ના નાણાં ખૂબ જ મહત્વના હોય છે. નોકરી કરનારાઓ માટે પી.એફ. ખાતામાં જમા થતી રકમ તેના ભવિષ્યને સુરક્ષિત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. સરકાર આ રકમ પર 8 ટકાથી વધુ વ્યાજ આપે છે. 2017-18ના નાણાકીય વર્ષમાં, નોકરીયાતને પીએફ પર 8.55 ટકા વ્યાજ ચૂકવાતું હતું, જેમાં હવે 0.10 ટકાનો વધારો થયો છે.

j5rt6huj

By

Published : Feb 22, 2019, 12:16 PM IST

આ વધારા પછી, 2018-19ના નાણાકીય વર્ષ માટે પીએફ પર વ્યાજદર 8.65 ટકા થઇ ગયો છે. આમ છતાં, મનમોહનસિંહના કાર્યકાળના છેલ્લા વર્ષ કરતાં વ્યાજ દર 0.10 ટકા ઓછો છે. તે પણ રસપ્રદ છે કે લોકસભાની ચૂંટણીઓ પહેલા, બંને સરકારોએ લોકોને આકર્ષવા માટે પીએફ પર વ્યાજદરમાં વધારો કર્યો છે.

મનમોહન સિંહનો કાર્યકાળ

જો મનમોહન સિંહની યુપીએ સરકારની વાત કરીએ તો, નાણાકીય વર્ષ 2013-14 માં, પીએફ પર વ્યાજ 8.75 ટકા મળતું હતુ. વળી 2012-2013માં PF પર 8.50 ટકા વ્યાજ હતું, જ્યારે 2011-2012માં આ દર ઘટીને 8.25 ટકા થઇ ગયા હતા. આ પહેલા 2009-2010માં અને 2010-2011માં 8.50 ટકા વ્યાજ મળતું હતું.

મનમોહન સરકારમાં 2009થી 2014 સુધીમાં PF પર વ્યાજ દર

  • 2009-10 8.50
  • 2010-11 8.50
  • 2011-12 8.25
  • 2012-13 8.50
  • 2013-14 8.75

મોદી સરકારનો કાર્યકાળ

જો મોદી સરકારના કાર્યકાળ વિશે વાત કરીએ તો, નાણાકીય વર્ષ 2014-15 માં, પીએફ પરનો વ્યાજ 8.75 ટકા હતો. 2015-16 માં તે વધીને 8.80 ટકા થઈ ગયો હતો. મોદી સરકારના કાર્યકાળ દરમિયાન પીએફ પર આ સૌથી વધુ વ્યાજ દર હતો. તે પછી, 2016-17 માં દર ઘટીને 8.65 ટકા થઈ ગયો હતો. 2017-18 દરમિયાન, પીએફ પર 8.55 ટકાના દરે વ્યાજ મળતું હતું. તે જ સમયે, આ ફંડ પર નવો વ્યાજ દર ફરી 8.65 ટકા થયો છે. મહત્વની વાત એ છે કે ત્રણ વર્ષમાં પ્રથમ વખત, ઇપીએફ પર વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે.

કેટલા લોકોને થશે ફાયદો

લોકસભાની ચૂંટણી પહેલાં, મોદી સરકારના નિર્ણયથી 6 કરોડ નોકરીયોતોને લાભ થશે. જો કે, આ પ્રસતાવ હવે નાણા મંત્રાલયને મોકલવામાં આવ્યો છે. નાણામંત્રાલય પાસેથી મંજૂરી મેળવ્યા પછી, વપરાશકર્તાના ખાતામાં વ્યાજ ચૂકવામાં આવશે.

ન્યૂનતમ માસિક પેન્શન પર માર્ચમાં નિર્ણય

વળી રૂપિયા 2000 ની લઘુતમ માસિક પેન્શનને બમણી કરવાનો નિર્ણય માર્ચમાં આગામી બેઠક સુધી મોકૂફ રાખવામાં આવ્યો છે. લઘુત્તમ માસિક પેન્શનને બમણી કરવાથી વધારાની રૂપિયા 3000 કરોડની જરૂરિયાત ઉભી થશે. જો કે આ નિર્ણય નાણા મંત્રાલયની મંજૂરી પછી જ લેવામાં આવશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details