નવી દિલ્હી : યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) એ સુપ્રિમ કોર્ટમાં કહ્યું કે, દિલ્હી અને મહારાષ્ટ્ર સરકાર તરફથી આ કહેવું સંપૂર્ણપણે ખોટું છે કે, છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા લેવા માટેનું જાહેરનામું તેમના પર બંધનકર્તા નથી. જેના કારણે તેઓ પરીક્ષા રદ કરી રહ્યા છે. યુજીસીએ પરીક્ષા રદ કરવાના મહારાષ્ટ્ર અને દિલ્હીની સરકારોના નિર્ણય સામે પણ વાંધો ઉઠાવ્યો છે.
યુજીસીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું, COVID પ્રોટોકોલ મુજબ પરીક્ષા લેવા માટે પૂરતો સમય છે
યુજીસીએ સુપ્રિમ કોર્ટમાં કહ્યું કે કોવિડ પ્રોટોકોલ અને દિશા નિર્દશોનું પાલન કરતા પણ COVID પ્રોટોકોલ મુજબ પરીક્ષા લેવા માટે પૂરતો સમય છે.
યુજીસીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, COVID પ્રોટોકોલ મુજબ પરીક્ષા લેવા માટે પૂરતો સમય છે
એવી દલીલ કરવામાં આવી છે કે, કોવિડ પ્રોટોકોલ અને દિશા નિર્દેશોનું પાલન કરીને પરીક્ષા લેવા માટે પૂરતો સમય છે. આ સિવાય વિદ્યાર્થીઓને ઓનલાઇન અથવા ઓફલાઇન મોડમાં વિકલ્પ આપવામાં આવ્યો છે.