નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તમામે લોકોને આશ્વાસન આપ્યું છે કે અન્ન, દવા અને અન્ય જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનો સ્ટોક ઉપલબ્ધ છે. જેના પગલે લોકડાઉનનો સમયગાળો વધવાથી ચિંતા કરવાની કોઇ જરૂર નથી.
ગૃહપ્રધાને ટ્વિટ કરી લોકોને આસપાસ રહેનારા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની અપીલ કરી છે.
તેઓએ ટ્વિટ કર્યુ કે, 'દેશના ગૃહપ્રધાન હોવાને લઇને લોકોને આશ્વાસન આપું છું કે દેશમાં અન્ન, દવા અને જરૂરિયાતી વસ્તુઓને જથ્થો ઉપલબ્ધ છે. જેથી દેશના કોઇ પણ જનતાને ચિંતા કરવાની જરૂર નથી.
શાહે કહ્યું કે, 'સાથે તમામને આગ્રહ કરૂ છુ કે તમે આગળ આવીને આસપાસ રહેનારા લોકોની મદદ કરો.'
જેમાં તમામ રાજ્ય સરકારની પ્રશંસા કરતા અમીત શાહે કહ્યું કે, તમામ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરી રહી છે. જે પ્રશંસનીય કામગીરી છે.