શરીરના ખુલ્લા ભાગ પર સનસ્કિન ક્રીમ દિવસમાં ત્રણથી ચાર વાર લગાવવું જોઈએ. વાળની કાળજી રાખવા માટે બરાબર તેલ નાખો અને મહિલાઓએ વાળને બાંધેલા રાખવા જોઈએ. હાથના નખ વ્યવસ્થિત કાપી નાખવા જોઈએ તથા વ્યવસ્થિત મોસ્યુરાઈઝ ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. હોઠ ઉપર પણ લીપગાર્ડ ઉપયોગ કરવો જોઈએ. આંખો માટે કોન્ટેકટ લેન્સનો ઉપયોગ ટાળવો અને સનગલાસીસનો ઉપયોગ કરવો જોઈએ.
હોળી રમતી વખતે કેમિકલ રંગોથી સાવધાન - natural colors
અમદાવાદ: બજારમાં મળતા રંગોથી હોળી રમતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી અનેક બાબતો છે. હોળી રમતા પહેલા કોઈ પણ જાતની કોસ્મેટિક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઇએ.

હોળીના તહેવારમાં માર્કેટમાં અનેક પ્રકારના કલર મળતા હોય છે. તેમાંથી કેમિકલયુક્ત અને ચાઈનીઝ કલરનો ઉપયોગ ટાળવો જોઈએ. જેના બદલે કુદરતી કલર જેમકે કેસુડો, હળદર ,અબીલ, ગુલાલ જેવા કલરનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને સફેદ, કાળા અને આછા રંગના કલરનો ઉપયોગ ટાળવો જોઈએ. હોળી રમ્યા બાદ શરીર પર લાગેલો કલર વ્યવસ્થિત રીતે નીકાળી દેવો. ત્યારબાદ ઠંડા પાણીથી નહાવું જોઇએ. વાળમાં પણ વ્યવસ્થિત શેમ્પુ તથા કન્ડિશનરનો ઉપયોગ કરવો. જરૂર પડે તો શિરામનો પણ ઉપયોગ કરવો જોઈએ. શરીર પર બને ત્યાં સુધી સ્ક્રબનો ઉપયોગ ના કરવો જોઈએ અને આંખોને પણ પાણીથી છાલક મારીને વ્યવસ્થિત સાફ કરવી જોઈએ.