આંધ્રપ્રદેશ: ચિત્તૂર જીલ્લાના થોટાંમ્બુમાં કજારિયા ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા એક ઇજનેરનું મોત નીપજ્યું છે.શંભુ પ્રસાદ, જે મૂળ ગુજરાત રાજ્યના અમદાવાદનો છે, તે કાજારિયા ઇન્ડસ્ટ્રીમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો, તે તેના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.તેણે આત્મહત્યા કરી છે કે કેમ તે અથવા કઇ રીતે તેની મોત થઇ તે અંગે પોલીસ પ્રાથમિક તપાસ કરી રહી છે.
આંધ્રપ્રદેશમાં કજારિયા ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા અમદાવાદના ઇજનેર યુવાનનું શંકાસ્પદ મોત - અમદાવાદના યુવાનનું આંધ્રપ્રદેશમાં મોત
આંધ્રપ્રદેશના ચિત્તૂર જીલ્લાના થોટાંમ્બુમાં કજારિયા ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા એક અમદાવાદના ઇજનેર યુવાનનું મોત નીપજ્યું છે.
![આંધ્રપ્રદેશમાં કજારિયા ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા અમદાવાદના ઇજનેર યુવાનનું શંકાસ્પદ મોત etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7371656-thumbnail-3x2-qwe.jpg)
etv bharat
મૃતદેહને ઑટોપ્સી માટે શ્રીકલાહસ્તી એરિયાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે શંભુ પ્રસાદ માટે કોરોના પરીક્ષણ કરાયું હતું અને પરિણામો નેગેટિવ આવ્યા હતા. પોલીસ તેના મોતના કારણોની તપાસ કરી રહી છે.
Last Updated : May 28, 2020, 10:58 AM IST