ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આતંકવાદનો ખાત્મો અને કાશ્મીરીઓની શાંતિ એ જ અમારું લક્ષ્યઃ DGP - jammu kashmir dgp statement

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પોલીસ વડા દિલબાગસિંહે બુધવારે આતંકવાદના સંપૂર્ણ નાશ માટે તેના વિરુદ્ધની ઝુંબેશને બળ આપવાની વાત કરી. થોડા સમયથી આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. છતાં લોકોને શાંતિપૂર્ણ વાતાવરણ આપવા માટે આતંકવાદ સામે વધુ આક્રમકતાથી લડવાની જરૂર હોવાનું જણાવ્યું.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા ભારત-પાકિસ્તાન સંબંધ દુનિયામાં આતંકવાદી હુમલા ભારતમાં આતંકવાદી હુમલા આતંકવાદ વિરોધી અભિયાન jammu-kashmir NEWS terrorism in jammu-kashmir

By

Published : Nov 21, 2019, 9:10 AM IST

પોલીસ મહાનિર્દેશકે બંને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષાની સમીક્ષા કરી અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જમ્મુ કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગસિંહે બુધવારે આતંકવાદને મૂળથી જ નષ્ટ કરવા માટે વધારે બળપૂર્વક આતંકીઓ વિરુદ્ઘના અભિયાનને ગતિ આપવા પર ભાર મૂક્યો.

સિહે કહ્યું કે દક્ષિણ કાશ્મીરમાં હાલમાં જ સામાન્ય લોકોની હત્યામાં સામેલ આરોપીઓની ઓળખ મળી છે અને તેમની સામે યોગ્ય કાર્યવાહી કરાશે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ અને કુલગામ જિલ્લામાં યાત્રા દરમિયાન પોલીસ કર્મીઓને સંબોધિત કરતા પોલીસ મહાનિર્દેશકે કહ્યું કે, હમણાં આતંકી ઘટનાઓમાં ઘટાડો થયો છે. છતાં પણ લોકોને શાંતિપૂર્ણ માહોલ આપવા માટે આતંકવાદ સામે વધુ અસરકારક પગલાં લેવાની જરૂર છે.

લોકોની સુરક્ષા તે આપણી પ્રાથમિકતા છે, છેલ્લા 3 દસકથી આતંકવાદનો શિકાર થયેલા લોકો માટે શાંતિપૂર્ણ વાતાવરણ ઉપલ્બ્ધ કરાવવાના સંપૂર્ણ પ્રયત્નો ચાલી રહ્યા છે. કેટલાય યુવાનોએ હિંસાનો માર્ગ છોડ્યો છે, જે લોકોએ સૈન્ય પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details